- કોલેજિયમે ભલામણ કરેલા નામો કરસરા પરત કર્યા
- કોલેજિયમે 14 નામોની જજ માટે ભલામણ કરી હતી
દિલ્હીઃ- સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્રારા હાઈકોર્ટના જજ બનવા માટે 14 નામોની ભલામણ કરી હતી, જો કે હવે સરકારે આ નામો પરત કર્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારે એક સપ્તાહમાં આ નામો પર પુનર્વિચારણા કરવાની વિનંતી સાથે કોલેજિયમ પરત કર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે કોલેજિયમે લગભગ એક વર્ષ પહેલા આ ભલામણ કરી હતી. કેટલાક કિસ્સાઓમાં ભલામણો વધુ પહેલા કરવામાં આવી હતી. કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટ, કલકત્તા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને કેરળ હાઈકોર્ટમાં જજોની નિમણૂક માટે આ ભલામણો કરી હતી.
સંસદના ચોમાસુ સત્રમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વિવિધ હાઈકોર્ટમાં જજોની નિમણૂક માટે 80 ભલામણો કરી હતી.
આ તમામ નામોમાંથી 45 ન્યાયાધીશોની સરકાર દ્વારા હાઈકોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે બાકીના કેસોમાં પ્રક્રિયા વિવિધ તબક્કા હેઠળ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 25 હાઇકોર્ટમાં મંજૂર જજોની કુલ સંખ્યા 1 હજાર 98 જોવા મળે છે, જ્યારે 1લી ઓગસ્ટ સુધી માત્ર 643 જજો સાથે કામ ચલાવવામાં આવી રહ્યું છે.