Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રમાં સરકાર 5 વિધેયકો લાવશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આગામી તા. 21મી ઓગસ્ટથી પ્રારંભ થશે. ત્રણ દિવસીય સત્રમાં સરકાર દ્વારા 5 જેટલા વિધેયકો ગૃહની મંજુરી માટે મુકાશે. જેમાં ભ્રષ્ટાચારીઓની મિલકતોની જપ્તી, કાળા જાદુને નાથવા માટે કડક પગલાં, તેમજ દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી, અને મહેસુલ વિભાગમાં બિન ખેતી માટેના પુરાવાને માન્યતા સહિતના 5 વિધેયકને મંજુરી અપાશે.

ગુજરાત વિધાનસભાના આગામી 21થી 23 ઓગસ્ટ દરમિયાન મળી રહેલા ચોમાસુ સત્રમાં સરકાર દ્વારા પાંચ વિધેયકો ગૃહની મંજુરી માટે મુકાશે. આ વિધેયકોમાં ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્તી, કાળા જાદુને રોકવા માટે તથા દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલાં વાહનોની હરાજી કરવાના કાયદા સહિતના ત્રણ બિલ ગૃહ વિભાગ રજૂ કરશે. જ્યારે બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતું એક વિધેયક પણ મંજુરી માટે મુકાશે.

કેન્દ્ર સરકારે સંસદમાં ફોજદારી અધિનિયમ હેઠળના ભારતીય ન્યાયસંહિતા વિધેયકને ગયા વર્ષે પસાર કરાવ્યું હતું. તેને આનુષંગિક અનુમોદન આપતું એક વિધેયક પણ ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં લાવી રહી છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ બેઠકમાં મોટાભાગના વિધેયકોને લાવવા માટે મંજૂરી મળી ગઇ છે, જ્યારે એકાદ વિધેયક માટે કાયદાવિદોનો આખરી અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારી લોકોની મિલકત જપ્ત કરવા માટે પોલીસને સત્તા આપવા અને આવાં કેસો વિશેષ અદાલતોમાં ચલાવવા માટે પણ સરકાર બિલ લાવી રહી છે. કાળા જાદુને રોકવા માટેનું વિધેયક પણ લવાશે.

ગુજરાત વિધાનસભા સત્રમાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 13 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. એટલે તમામ બિલો આસાનીથી મંજુર થશે. વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા રાજકોટ અગ્નિકાંડ સહિતના પ્રશ્નો ઉઠાવાશે.

#GujaratLegislativeSession #MonsoonSession2024 #LegislativeAssembly #GujaratGovernment #LegislativeBills #AntiBlackMagic #DrugSeizureAuction #PropertyConfiscation #RevenueLandBill #LegalReforms #IndianLegislation #GujaratPolitics #AssemblyProceedings #PoliticalUpdates #GujaratNews