Site icon Revoi.in

કોરોનાકાળમાં મુકેલા નિયંત્રણો હજુપણ હળવા કરવા સરકાર વિચારશેઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. હવે ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સાથે સરકારે પણ મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. પણ કેટલાક નિયંત્રણો ચાલુ રખાયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નિયંત્રણો હજુપણ હળવા કરવા  વિચારણા કરવામાં આવશે. અન્ય દેશો કરતા હાલ આપણી સ્થિતિ ઘણી સારી છે. લોકોની સુખાકારીમાં નિયમો અડચણરૂપ બનશે નહીં.

કોરોનાના નિયંત્રણ હળવા કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.  કે, કોરોના કાળમાં તમામ લોકોનો સરકારને સહકાર મળ્યો છે. અન્ય દેશોમાં હજુ પણ કોરોનાનો કહેર છે. જેથી હજુ નિયંત્રણ દૂર કરવામાં ચિંતા થાય છે. પરંતુ લોકોને કોઈ મુશ્કેલી ના પડે અને સાથે મળીને લડાઈ ચાલુ રાખવા નિયંત્રણો દૂર કરવા વિચારણા કરાશે. જો કે હાલ કોરોનાના કેસ ભલે ઓછા આવી રહ્યા હોય તેમ છતા સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,831 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો સોમવારના દિવસમાં 3,67,046 રસીના ડોઝ અપાયા છે.  રાજ્યમાં કોરોનાની બીજ લહેરમાં સૌથી વધુ જોખમ મહાનગરોમાં સર્જાયુ હતું. ખાસી કરીને અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં સ્થિતિ બેકાબૂ બની હતી. આ શહેરોમાં અગાઉની કોવિડ ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરના વ્યાપક ઉપયોગ સાથે સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયાસ કરાશે.  મહાનગરોમાં લગ્ન, અંતિમવિધિ, દફનવિધિ, રાજકીય, સામાજિક, જાહેર મેળાવડાઓ, પરિવહન વગેરે માટે પણ લોકોને એકઠા થવાની સંખ્યાની મર્યાદામાં વ્યાપક વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યમાં ફરીથી કોરોનાના કેસ વધ્યા છે, પરંતુ જો સ્થિતિ આવીને આવી જ રહેશે તો સરકાર ટૂંક સમયમાં છુટછાટો પર પ્રતિબંધ પણ મૂકી શકે છે.