Site icon Revoi.in

સરાકર પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાના પૈસા આવતી કાલે ખાતામાં જમા કરશે

Social Share

દિલ્હીઃ- દેશની સરકાર ખેડૂતો માટે અનેક લાભ આપે છે ત્યારે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવવામાં આવતી હોય છે ત્યારે હવે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો સરકાર  રિલીઝ કરવા જઈ રહી છે.

 કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતોને હોળી પહેલા પીએમ કિસાન સન્માન યોજનાના 13મો હપ્તો આપશે  . દેશના ખેડૂતો લાંબા સમયથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તા માટે નાણાંની છૂટની રાહ જોઈ રહ્યા છે. જો કે હવે તેમની રાહનો અંત આવવાનો છે. 3જી હપ્તાને લઈને સરકારે જાણકારી આપી છએ કે આવતી કાલે એટલે કે 27 ફએબ્રુઆરીના રોજ આ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવાશે.

ઉલ્લેખનીય છે કે  PM કિસાન સન્માન યોજના24 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી. 24 ફેબ્રુઆરી 2023ના રોજ આ યોજનાના 4 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ કિસાન સન્માન યોજના  હેઠળ, દેશના પાત્ર ખેડૂતોને સરકાર દ્વારા વાર્ષિક ધોરણે 6000 રૂપિયા આપવામાં આવે છે. જો કે, સરકાર ખેડૂતોને 6000 રૂપિયા એક જ વારમાં નહીં પરંતુ 3 સમાન હપ્તામાં આપે છે. 2000-2000 રૂપિયા આપે છે.આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 12મા હપ્તા સુધીનો લાભ મળ્યો છે.જેનો 13મો હપ્તો આવતીકાલે રિલીઝ કરાશે.