Site icon Revoi.in

સરકાર હવે મેરડિસિવીર ઈન્જેક્શન ટૂંક સમયમાં સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવશે

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થી રહ્યો છે ત્યારે કોરોનાની સાવરવારમાં લેવાતા ઈન્જેક્શન રેમડિસિવીરની અછત પણ સર્જાઈ રહી છે, ત્યારે બીજી તરફ તેની કાળાબજારી પણ થી રહી છે, જનતા સુધી આ દવા પહોંચતા બમણા ભાવો આપવા પડતા હોય છે  આ સમસ્યા ધ્યાનમાં રાખીને સરકારે રેમેડિસવીરનું ઉત્પાદન બમણું કરવાની પરવાનગી આપી  દીધી છે.

આ સમગ્ર મામલે સરકારના હસ્તક્ષેપ પછી સમગ્ર દેશના રેમેડિસિવર  દવાનું ઇત્પાદન કરતી કંપનીઓ એ આ ઈંજેક્શનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 100 મિલિગ્રામ ડોઝના રેમેડસિવીરના ઇંજેક્શનની કિંમત ખૂબ ઓછી કરવામાં આવી છે.

કોરોનાના દર્દીઓની સંખ્યા લાખોમાં પહોંચી છે, ત્યારે તેની સારવારમાં લેવાતી દવાઓની ખૂબ મોટી જરુરીયાત ઉદ્ભવી છે, જેને લઈને સરકારે રેમડિસિવીર ઈન્જેક્શનના ભાવ 50 ટકા સુધી ઘટડાયા છે.ત્યારે હવે દર્દીઓને આ સસ્તા ભાવે ઈન્જેક્શન મળી શકે છે,સરકાર દ્રારા આ નિર્ણય આ સ્થિતિમામં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.કારણ કે દેશમાં હાલ દિવસેને દિવસે કેસ વધતા જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ મહેશ દોશીએ આ બાબતને લઈને કહ્યું છે કે, રેમેડિસવીરની અછત થોડા જ દિવસોમાં  દૂર થી જશે,સરકાર અને દવા કંપનીઓ સાથે મળીને તેના પર કાર્ય કરી રહ્યા છીએ, દવા બનાવતી કંપનીના જણાવ્યા પ્રમાણે આવનારા  7 થી 10 દિવસમાં 10 થી 20 લાખ ડોઝ બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સાહિન-