Site icon Revoi.in

ગુજરાતમાં મિલ્કતોના પારિવારિક વિવાદોમાં હવે સરકાર મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોના તમામ પ્રકારના કૌટુંબિક વિવાદોનું સુખમય નિરાકરણ આવે અને કોર્ટ કચેરી ના ધક્કા બચે તે હેતુથી રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ 7 સભ્યોની કમિટીને કૌટુંબિક વિવાદોનો સુખદ ઉકેલ લાવશે. આ અંગે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં 2 કરોડની જોગવાઈ સાથે સમજણનું સરનામું ફેમિલી ફર્સ્ટ નામના ટાઈટલ હેઠળ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે જિલ્લા અને તાલુકા ની સાત સભ્યોની કમિટી પારિવારિક કૌટુંબીક વિવાદોને દૂર કરવા માટે મદદરૂપ થશે જેના કારણે કુટુંબી વ્યવસ્થા જાળવવામાં મદદ રહેશે.કમિટીમાં કોણ કોણ રહેશે તે અંગેની વિસ્તૃત વિગતો આપતા રાજેન્દ્ર ત્રિવેદી એ કહ્યું કે જિલ્લા કક્ષાની કમિટીમાં જિલ્લા કલેકટર અથવા આર એ સી કમિટીના અધ્યક્ષ રહેશે જ્યારે તાલુકા કક્ષાએ મામલતદાર અધ્યક્ષ રહેશે.

રાજ્યમા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોના તમામ પ્રકારના કૌટુંબિક વિવાદોનું સુખમય નિરાકરણ આવે અને કોર્ટ કચેરી ના ધક્કા બચે તે હેતુથી રાજ્યના તમામ જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ 7 સભ્યોની કમિટીને કૌટુંબિક વિવાદોનો સુખદ ઉકેલ લાવશે. તમામ જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ 7 સભ્યોની કમિટીને કૌટુંબિક વિવાદોનો સુખદ ઉકેલ લાવશે. આ ઉપરાંત આ કમિટીમાં અન્ય સભ્યોમાં સ્થાનિક કક્ષાના ધરાવતા આગેવાન કમિટીના સભ્ય રહેશે આ ઉપરાંત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવશે સાથે સાથે કાયદાના જાણકાર વ્યક્તિને પણ કમિટીમાં લેવાશે ઉપરાંત ઓછામાં ઓછા બે વ્યક્તિ કે જે વકીલ હશે અને તેમને આ કમિટીમાં સ્થાન અપાશે. આ ઉપરાંત એક મહિલા અને બે આમંત્રિત સભ્યોને કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે આમ રાજ્ય સરકારે 33 જિલ્લા અને 252 તાલુકાઓમાં ફેમિલી ફર્સ્ટ સમજાવવાનું સરનામું માટે કમિટીનું ગઠન કરી દેવામાં આવ્યું છે.

રાજ્ય ત્રિવેદીએ કહ્યું હતું કે આ કમિટી વધુમાં વધુ ચાર વખત મીટીંગ કરશે જેમાં બિન સરકારી સભ્યોને એક મિટિંગના 1500 રૂપિયાનું માનદ ભથ્થું આપવામાં આવશે પરંતુ આ ભથ્થું માત્ર ચાર મીટીંગ પૂરતું જ આપવામાં આવશે જ્યારે ચૂંટાયેલા સભ્યોને આ કમિટીમાં કોઈપણ પ્રકારનું માનદવેતન નહીં મળે એટલું જ નહીં વિવાદ બાબતે કમિટીની બેઠક વધુમાં વધુ ચાર વખત લેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહેસુલ મંત્રીએ કહ્યું કે ગુજરાત સરકાર કુટુંબના આંતરિક વિવાદો ને ઘર મેળે સમાધાન માટે આ કમિટીની રચના કરી છે જે તમામ બાબતો અને કેસોનો નિકાલ કરશે અને જરૂર પડે કાઉન્સિલિંગ કરી કાયદાથી થતી પરેશાની અને નુકસાનીમાં મદદરૂપ થશે તેવી સ્પષ્ટતા કરી હતી. જોકે કોઈપણ કિસ્સામાં એક્શન લેવાની થાય તો સ્થાનિક પોલીસ કે પછી કોઈપણ સરકારી કે બિન સરકારી સંસ્થાની મદદ લઈ શકાશે આ ઉપરાંત એક એવી જોગવાઈ કરવામાં આવી છે કે સમિતિ સમક્ષ કોઈ પણ પક્ષકારની રજૂઆત ખાનગી રહેશે એટલું જ નહીં તેના પુરાવાનો ઉપયોગ નહીં થઈ શકે સાથે સાથે પક્ષકાર તરફથી રજૂ થતા પુરાવા કે કોઈપણ બાબત અન્ય રીતે વાપરી નહીં શકાય નિયમ તેવો બનાવ્યો છે. સાથે સાથે કમિટી સમક્ષ કરનારી કાર્યવાહી કે નિવેદન અથવા પુરાવાને કાયદાકીય ઉપયોગ નહીં થઈ શકે પરિણામે કોર્ટ બહાર સમાધાન કરવાનું રહેશે જેના કારણે કૌટુંબિક વિવાદોમાં સમાધાન શક્ય બનશે અને વિખેરાતું કુટુંબ એક થઈ રહેશે તેવો વિશ્વાસ રાજેન્દ્ર ત્રિવેદીએ વ્યક્ત કર્યો હતો.

આ તબક્કે તેમને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગેની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે કમિટી સમક્ષ આવનાર પક્ષકાર કે કોઈપણ અરજદારને કલેકટર અથવા મામલતદાર એ તેમને તેમના કચેરીની આસપાસ અલગ રૂમ ફાળવી ચર્ચા માટેનો સમય નક્કી કરવાનો રહેશે અને સામાજિક પ્રશ્નો સહિત કોઈ પણ પ્રકારમાં આ કમિટી મદદરૂપ થાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે.