Site icon Revoi.in

ગુજરાતઃ એક લાખ વિદ્યાર્થીઓને નિવાસી શાળાઓમાં ભણાવવા સરકાર 600 કરોડનો ખર્ચ કરશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિધાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદપ તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પુરી પાડશે. રાજ્ય સરકાર દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિધાર્થીઓ તૈયાર કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં હાલ સરકારી નિવાસી સ્કૂલોમાં  જવાહર નવોદય વિધાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય કાર્યરત છે. આ સ્કૂલોમાં પ્રવેશ માટે દર વર્ષે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. શિક્ષણ વિભાગે આ બાબતને ધ્યાને લઇ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલ પર વિશ્વસ્તરની રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એકસેલન્સની નીતિ બનાવી છે. આ નીતિ પ્રમાણે રાજ્યની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં ધોરણ–6 થી ધોરણ–12 સુધીના વિધાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યાપન સામગ્રી અને વૈકલ્પિક શૈક્ષણિક માધ્યમ જે ખાનગી સ્કૂલોમાં હોય તેવી સુવિધા આ નિવાસી સ્કૂલમાં પ્રદાન કરાશે. આ સ્કૂલોમાંથી પ્રતિભાવતં વિધાર્થીઓને શોધી તેમના માટે જીઇઇ, એનઇઇટી તેમજ સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે શ્રેષ્ઠ કોચિંગની સુવિધા પુરી પાડવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ધોરણ–6 થી ધોરણ–12ના કુલ એક લાખ વિધાર્થીઓની ક્ષમતાવાળી રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એકસેલેન્સ પીપીપી મોડેલથી સ્થપાશે. આ માટે સરકારે ખાનગી વ્યકિતઓ, સંસ્થાઓ, કોર્પેારેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી હેઠળના વિકલ્પ તેમજ ભાગીદારોને આવી સ્કૂલ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યેા છે. આ નીતિ પ્રમાણે ધોરણ–1 થી ધોરણ–5ના સૌથી વધુ પ્રતિભાશાળી વિધાર્થીઓને શોધીને તેમને આગળના ધોરણોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુકત શિક્ષણ વિનામૂલ્યે આપવાનું પ્રયોજન છે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષે એક લાખ વિધાર્થીઓને આ નીતિમાં આવરી લેવાથી પ્રત્યેક વિધાર્થી પાછળ સરકાર 60 હજાર પિયાનો ખર્ચ કરશે જેથી સમગ્ર પ્રોજેકટનો કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રોજેકટ પાર્ટનર્સની પસંદગી માટે કુશળ અને અનુભવી વ્યકિતઓની બનેલી સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ સમિતિ પસંદગી પામેલા અરજદારોની મંજૂરી માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવની બનેલા ગવનિગ કાઉન્સિલને ભલામણ કરશે. આ પ્રોજેકટમાં સંપૂર્ણ મૂડીરોકાણ પાર્ટનર દ્વારા કરવામાં આવશે અને પ્રોજેકટ પાર્ટનર્સને રિકરીંગ ખર્ચ માટે શિક્ષણ વિભાગ દ્રારા દર વર્ષે વિધાર્થી દીઠ ઉચ્ચક રકમ આપવામાં આવશે. પાર્ટનરે જમીન અને શિક્ષણની તમામ સુવિધાઓનું રોકાણ કરવાનું રહેશે. નિવાસી સ્કૂલોનું પરિસર ન્યૂનતમ 2000 અને મહત્તમ 10000 વિધાર્થીઓની ક્ષમતાવાળું રહેશે. ભવિષ્યમાં આવા કેમ્પસ રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યા પ્રમાણે શૈક્ષણિક ઝોન તરીકે પણ વિકસિત કરી શકાશે.