દેશભરના મદરેસાઓની માહિતી એકત્ર કરવા સરકાર લેશે નવું પગલું – વિકસાવશે વેબ પોર્ટલ
- હવે સરાકર મદરેસાઓની માહિતી એકત્રીત કરશે
- આ કાર્ય માટે વિકસાવશે વેબ પોર્ટલ
દિલ્હીઃ- દેશભમાં ચાલી રહેલા ગેર કાનુની મદરેસાઓને લઈને ક્ન્દરની સરકાર સખ્ત બની છે,તો કેટલાક રાજ્યોએ તો આ માટેનો ડેટા પણ મોંગ્યો છે ત્યારે હવે કેન્દ્રની ,રકાર પણ દેશભરમાં ચાલી રહેલા મદરેસાઓની માહિતી એકત્રીત કરવા માટે આગામી પગલા તરીકે એક ખાસ વેબ પોર્ટલ વિકસાવાનું વિચાર કરી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસે સંસદીય પેનલના અહેવાલમાં જણાવાયું છે કે, સરકાર દેશમાં માન્યતા પ્રાપ્ત અને અપ્રમાણિત મદ્રેસાઓ વિશે માહિતી એકત્ર કરવા માટે એક પોર્ટલ વિકસાવશે.દેશભરના મદરેસાઓ પર વધુ વ્યાપક ડેટા મેળવવા માટે, લઘુમતી બાબતોના મંત્રાલયે સમિતિને જણાવ્યું કે તેણે મદરેસાઓ માટે મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ પોર્ટલ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે એક એજન્સીની નિમણૂક કરી છે.
આ સહીત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ પોર્ટલ પર મદરેસા શાળાઓ વિશેની માહિતી અપલોડ કરવા વિનંતી કરવામાં આવશે અને પોર્ટલ આવી માન્યતા પ્રાપ્ત અને અપ્રમાણિત સંસ્થાઓની માહિતી મેળવશે.જેથી કરીને દેશના ખુણે ખુણે કેટલા મદરેસાઓ ચાલી રહ્યા છે કેટલાક માન્ય અમાન્ય છએ તે અંગે સરળતાથઈ જાણી શકાશે અને તે અંગેની માહિતી એકઠી કરી શકાશે.