અમદાવાદ: કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી છે, આ વાતથી તો સૌ કોઈ જાણકાર છે. લોકો દ્વારા મહામહેનતે પણ વેક્સિનનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને વેક્સિન લેવામાં આવે છે. પણ હવે કોઈ પણ વ્યક્તિ જે 18થી 44 વર્ષનો છે અને વેક્સિન લેવાની બાકે છે તો તે વેક્સિન લઈ શકશે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાની વેક્સિનને લઈને જાણકારી આપવામાં આવી છે કે હવે 18થી 44 વર્ષના લોકો પણ રજીસ્ટ્રેશન વગર વેક્સિન લઈ શકશે. આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકશે અને હાલ તો આ પ્રકારની સુવિધા સરકારી સેન્ટર પર ઉપલબ્ધ હશે.
પ્રાઈવેટ હોસ્પિટલના સેન્ટર્સ પર અત્યારે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે અને સ્લોટ બુક કરાવવો પડશે. સરકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનને ભીડ દુર કરવા માટે કરવામાં આવ્યું હતુ પરંતુ તેમા બે પ્રકારની મુશ્કેલી આવે છે. તે છે કે ગામડામાં કેટલાક લોકો એવા છે જેમને સ્માર્ટફોનનો વપરાશ કરતા આવડતો નથી અને તેના કારણે તેઓ વેકસિનથી વંચિત રહી જાય છે અને આ સિવાય કેટલાક રાજ્યોથી ફરિયાદ આવતી હતી કે વેક્સિન માટે સ્લોટ બુક કરાવ્યા પછી પણ સેન્ટર પર નથી પહોંચી શકતા લોકો.
આ કારણોસર વેક્સિનનો બગાડ પણ થતો હોય છે અને હવે તેને રોકવા માટે સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ઓનસાઇટ નોંધણીની સુવિધાના અમલ માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવા આદેશ આપ્યો છે. આ સાથે મંત્રાલયે રાજ્યોને એમ પણ કહ્યું હતું કે, સેન્ટર પર સાવચેતી રાખવી જોઈએ કે ઓન-સાઇન રજિસ્ટ્રેશન દરમ્યાન કોઈ ભીડ ન થાય.