Site icon Revoi.in

સરકારનો ખેડૂતો માટે મોટો પ્લાન, 2.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવ્યા

Social Share

દિલ્હી :કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2020ના અંતિમ દીવસે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમના લાભાર્થીઓ સહીત બધા ખેડૂતો સુધી આ યોજના પહોંચાડવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આમાં વાત એવી હતી કે સરકારે ખેડૂતોને આર્થિક રીતે તકલીફ ન પડે તે માટે તેમને ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરવામાં આવી હતી અને હવે તેને લઈને ક્રૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મહત્વની જાણકારી શેર કરી છે.

ક્રૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મોદી સરકારે ફ્ક્ત 20 મહિનામાં જ 2.5 કરોડ ખેડૂતોના કિસાન ક્રેડીટ કાર્ડ બનાવવાનો ટાર્ગેટ પૂરો કર્યો છે. સરકાર ઇચ્છે છે કે તમામ ખેડૂતો કેસીસીનો લાભ લે, જેથી તેમને શાહુકારો પાસેથી લોન ન લેવી પડે.

ઉલ્લેખનીય છે કે હજુ પણ દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતો ઊંચા વ્યાજે શાહુકારો પાસેથી લોન લે છે. NSSO અનુસાર, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ સરેરાશ 61,032 રૂપિયા પ્રતિ ખેડૂત પાસેથી લોન છે. તેલંગણા 56,362 રૂપિયાની સરેરાશ સાથે બીજા નંબરે અને રાજસ્થાન 30,921 રૂપિયા સાથે ત્રીજા નંબરે છે. એટલા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કૃષિ માટે સૌથી સસ્તી લોન ઉપલબ્ધ થાય.

કિસાન ક્રેડિટ કાર્ડ અંગે ખેડૂત નેતા કહે છે કે વાસ્તવમાં સરકારે ખેડૂતોની દેવા સંબંધિત સમસ્યાને ઘટાડવા માટે ક્રેડિટ કાર્ડ યોજનાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડી દીધી હતી. PM કિસાન યોજના અંતર્ગત દેશના 11.45 કરોડ ખેડૂતોના આધાર કાર્ડ, રેવન્યુ રેકોર્ડ અને બેંક એકાઉન્ટ નંબરનો ડેટાબેઝ કેન્દ્ર સરકાર પાસે આવ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 6000 રૂપિયાની યોજનાનો લાભ મેળવનારા ખેડૂતોના આ રેકોર્ડને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનની સર્વિસ ફી અને પ્રોસેસિંગ ફી નાબૂદ કરી છે. અગાઉ, કેસીસી બનાવવા માટે ઇન્સ્પેક્શન અને લેસર ફોલિયો ચાર્જ લેવામાં આવતો હતો. તેના પર 3-4 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો હતો. જો બેંક હજુ પણ ખેડૂત પાસેથી આ ચાર્જ વસૂલ કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.