Site icon Revoi.in

નૂતન વર્ષના દિવસે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

Social Share

અમદાવાદઃ નૂતન વર્ષે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી  ગાંધીનગર રાજભવન ખાતે નાગરિકો-પ્રજાજનોને મળશે. અને શુભેચ્છાની આપ-લે કરશે. જ્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સવારે 8 વાગ્યાથી 8. 45 વાગ્યા સુધી અને ત્યારબાદ 10.30થી 11.30 વાગ્યા સુધી અમદાવાદમાં અનેક્સી સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે શુભેચ્છાની આપલે કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમસંવત 2080ના પ્રારંભ દિવસે તારીખ 14નવેમ્બર, મંગળવારે સવારે 7.00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ 07.25  વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે. મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે 8.00થી 8.45 વાગ્યા સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

મુખ્યમંત્રીશ્રી ત્યાર બાદ સવારે 8.50  કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30  થી 11.30  કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી  તે પહેલાં સવારે 10.00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જશે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે 11.45  કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી નૂતન વર્ષે, તા. 14 મી નવેમ્બર ને મંગળવારે સવારે  9.30 થી 10.00 વાગ્યા દરમિયાન નાગરિકો-પ્રજાજનોને મળીને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. રાજભવનમાં નૂતન વર્ષ નિમિત્તે નાગરિકો અને પ્રજાજનો સાથે મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.