અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સુરક્ષા હવે CRPF નહીં પરંતુ યુપી પોલીસ સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ કરશે
નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રામ મંદિરની સુરક્ષાની જવાબદારી ઉત્તર પ્રદેશ પોલીસના હાથમાં હશે, એવુ માનવામાં આવી રહ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સમગ્ર મંદિર પરિસરમાં ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશિયલ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશની એક સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ પુરી રીતે અયોધ્યામાં બનનારા રામ મંદિરના પરીસરની સુરક્ષાની જવાબદારી સંભાળશે. ઉત્તર પ્રદેશ પોલીસની આ ફોર્સ સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ પાસેથી લેશે. જે અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સમગ્ર પરિસરની જવાબદારી સંભાળતું હતું.
એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રામ જન્મભૂમિ સ્થળ પર સીઆરપીએફ તૈનાત કરવામાં આવી હતી. 22મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તીથિ નક્કી કરવામાં આવી છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ યુપી સ્પેશિયલ ફોર્સ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા પુરી પાડશે. રામલલાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સુધી પીએસી અને એસએસએફ એક સાથે મંદિર પરિસરની સુરક્ષાની જવાબદારી નીભાવશે. યુપી સ્પેશિયલ ટાસ્ટ ફોર્સને તમામ રીતે ટ્રેન્ડ કરવામાં આવ્યું છે અને આ નવનિર્મિત મંદિર પરિસરની સુરક્ષાની તમામ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો તા. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો આ પ્રસંગ્રે ઉપસ્થિત રહશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મહાનુભાવોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે.