1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રકાશના પર્વ ગણાતા દીપોત્સવમાં રંગોળીનું મહાત્મ્ય, લોકો ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવાશે
પ્રકાશના પર્વ ગણાતા દીપોત્સવમાં રંગોળીનું મહાત્મ્ય, લોકો ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવાશે

પ્રકાશના પર્વ ગણાતા દીપોત્સવમાં રંગોળીનું મહાત્મ્ય, લોકો ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવાશે

0
Social Share

અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. દિવાળીના પર્વમાં લોકો ઘેર ઘેર દીવડાઓ પ્રગટાવશે. તમામ ઘરોમાં રંગબેરંગી લાઈટોની રોશની પણ કરવામાં આવશે. ઉપરાંત દીપોત્સવીમાં ઘર આંગણની શોભા વધારવા રંગબેરંગી રંગો અને આકર્ષક દિવડાઓ, લાભ–શુભના પ્રતિક સહિત સુશોભનની ચીજવસ્તુઓથી બજારમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર રંગબેરંગી કલર વેચવાવાળી લારીઓ ઊભેલી જોવા મળી રહી છે.

દિપોત્સવ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં રગં બજારની રોનક ખીલી છે. બે વર્ષ પછી રંગોની બજારમાં નિખાર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના ત્રણ દરવાજા, દિલ્હી દરવાજા, માણેકચોક, તેમજ મણિનગર, સેટેલાઈટ, વાડજ. ઘાટલોડિયા, સહિતના તમામ વિસ્તારોમાં રોડની સાઈડ પર માટીના કોડિયા અને અને રંગબેરંગી કલર વેચવાવાળા જોવા મળી રહ્યા છે. માત્ર અમદાવાદ જ નહી તમામ શહેરોમાં શુશોભનની ચિજ-વસ્તુઓ, દીવડા અને રંગબેરંગી કલર પાવડરનું વેચાણ થાય છે. રાજકોટના સદર વિસ્તાર, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ અને ગુંદાવાડી સહિતની બજારોમાં રંગબેરંગી રંગો અને આકર્ષક દિવડાઓ ઝગમગી રહ્યા છે. ઘરની સાફસફાઈ અને સુશોભન સજાવટ સાથે અગિયારસથી ઘરઆંગણામાં રંગબેરંગી રંગોથી રંગોળીઓ સજાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. માર્કેટમાં અવનવા અને આકર્ષક રંગોનું આગમન થઈ ચૂકયું છે.

ગૃહ સુશોભન અને સુસૌદર્યની અદભૂત કળા એટલે રંગોળી, પ્રાચીનકાળથી ઘરે ઘરે ગૃહિણીઓ દ્વારા પાંચ દિવસ સુધી આકર્ષક રંગોળીની સજાવટ થાય છે. આ રંગોમાં મહત્વના એવા ચીરોડી રંગનું ઉત્પાદન હાલારમાં થાય છે અને દેશભરમાં જામનગરના આ રંગોની રોનક પથરાય છે. રંગોળીની સજાવટ કરતાં આ રંગોના વ્યવસાય સાથે વર્ષેાથી સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે, મોડે સુધી વરસાદ રહ્યો હોવાથી આ વખતે માલ ઓછો આવ્યો છે જેમાં રો–મટિરિયલના વધેલા ભાવને લીધે 10 ટકાનો વધારો આવ્યો છે. દેશી રંગોની સાથે આ વખતે વિદેશી રંગોનો સમન્વય થયો છે. ખાસ કરીને ઈંગ્લિશ કલરોમાં રેડિયમ, પીસ્તા, લવન્ડર, રેડિયમ સ્કાય, સ્પાર્કલ સહિત રંગો નવા આવ્યા છે. આ વર્ષે દેશી અને વિદેશી રંગોના સમન્વયથી ફયુઝન રંગોળી વધુ જોવા મળશે. આ ઉપરાંત ઉજાસ પાથરતા આકર્ષક દીવાના ભાવ વધ્યા છે જેમાં વેકસના દીવા, વોટર સેન્સર અને ટી–લાઈટ દીવાની માગ વધારે છે. આ ઉપરાંત દિવાળીના શુભ પ્રતિક સમા લાભ–શુભ, લક્ષ્મીજીના પગલાં, તોરણ સહિત સુશોભનની વસ્તુઓથી માગ વધુ જોવા મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code