Site icon Revoi.in

લો બોલો,  છત્તીસગઢમાં લોકડાઉન વચ્ચે વરરાજા લગ્ન કરવા માટે બાઈક પર એકલો જ નીકળ્યો

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ લગ્ન સહિતના ધાર્મિક પ્રસંગ્રોમાં મહેમાનો ગણતરીના રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દરમિયાન છત્તીસગઢમાં લોકડાઉનની વચ્ચે સરકારી માથાકુટમાં પડવાને બદલે વરરાજા લગ્ન કરવા માટે એકલો જ મોટરસાઈકલ લઈને નીકળી ગયો હતો. માર્ગમાં પોલીસે અટકાવતા યુવાને લગ્ન કરવા જતો હોવાનું જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પાંચ મહેમાનો સાથે લઈને જવા માટે સલાહ આપી હતી. જો કે, વરરાજાએ પોલીસ અધિકારીઓની વાત માન્યો ન હતો અને લગ્ન કરવા નીકળી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર છત્તીસગઢના બલરામપુર જિલ્લાનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પોતાની દુલ્હનને લેવા માટે બાઈક પર વરરાજો એકલો નીકળ્યો હોવાનું જોવા મળે છે. વરરાજો ઝારખંડનો રહેવાસી હતો. બાઈક પર વરરાજાને એકલો જોઈ બોર્ડર પર તૈનાત પોલીસ કર્મચારીઓ પણ હૈરાન થઈ ગયા હતા. યુવાનના લગ્ન સનાવલ ગામમાં નક્કી થયા હતા. જો કે, લોકડાઉનના કારણે જાન લઈને આવવુ શક્ય નહોતું. જેથી વરરાજ લગ્ન માટેનો પોશાક પહેરી સજીધજીને સાફાની જગ્યાએ હેલ્મેટ લગાવી બાઈક પર લગ્ન કરવા માટે નિકળી પડ્યો. પોલીસે રાજ્યની સરહદ પર એકલા વરરાજાને જોતા રોક્યો અને પુછપરછ કરી હતી.

વરરાજાએ લગ્ન કરવા જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે, ભાઈ કમસે કમ પાંચ લોકોને તો લઈને જા.અમે આ લોકોને સાથે લઈ જવાની મંજૂરી ઉચ્ચ અધિકારીઓ પાસેથી અપાવી દઈશું. જો કે, વરરાજો માન્યો નહીં, તેને લાગ્યુ કે, 5 લોકોના ચક્કરમાં ક્યાંક તેના લગ્ન અટકી ન પડે. તે પોલીસવાળાને ના પાડતા એકલો જ પરણવા માટે નિકળી પડ્યો.