1. Home
  2. ગુજરાતી
  3. મલમલ ના કાપડમાં ગાઉન અને વનપીસનો યુવતીોમાં વધતો ક્રેઝ, આપેશે શાનદાર લૂક
મલમલ ના કાપડમાં ગાઉન અને વનપીસનો યુવતીોમાં વધતો ક્રેઝ, આપેશે શાનદાર લૂક

મલમલ ના કાપડમાં ગાઉન અને વનપીસનો યુવતીોમાં વધતો ક્રેઝ, આપેશે શાનદાર લૂક

0
Social Share
  • અનેક દાયકાઓથી કાપડમાં વેલવેટનો દબદબો
  • આજે પણ દુલ્હ- દુલ્હનના ડ્રેસમાં વેલવેટનું સ્થાન મોખરે

આજકાલ માર્કેટમાં કપડામાની જો વાત કરીએ તો અવનવી ડિઝાઈનથી લઈને અવનવા મટરિયલ જોવા મળે છે, ત્યારે વેલવેટ પણ એક કાપડનો પ્રકાર છે, જે સદીઓ પહેલાનું ચલણ છે, વેલવેટને સાદી ભાષામાં આપણે મખમલ તરીકે પણ ઓળખીએ છીએ, જે એકદમ મુલાયમ અને લીસ્સુ હોય છે.ત્યારે આજકાલ ફરી આ વેલવેટનો ક્રેઝ વધ્યો છે, ખાસ કરીને આ વેલવેટ કાપડમાં બ્રાઈડલના કપડા બનાવવામાં આવી રહ્યા છે.

વેલવેટનું ચલણ હાલ પણ જોવા મળે છે, વેલવેટના કાપડમાંથી બનેલા ટોપ કે ગાઉન ખૂબજ શાનદાર લૂક આપે છે આ સાથે જ તે પહેરવામાં પણ ખૂબ જ અનુકુળ હોય છે.ખાસકરીને હાલના સમયમાં વેલ્વેટનો ઉપયોગ દુલ્હનનાં લહેંગાથી લઈને ઈવનિંગ ગાઉન અને દુલ્હાની શેરવાનીમાં પણ થતો જોવા મળી રહ્યો છે.

આ ફેબ્રિકની જાડાઈના કારણે તેને શિયાળામાં કે ચોમાસા પહેરવાથી ઠંડી ઓછી લાગે છે, આ સાથે જ વેલવેટના ડાર્ક કલરનું ચલણ મોટા પ્રમાણમાં વધતું જોવા મળે છે, લગ્નની સિઝનમાં વેલ્વેટનો ક્રેઝ વધારે હોય છે. લહેંગા, સાડી, શેરવાની, કોટ, ડિઝાીનર ટોપ, લોંગ સ્કર્ટ, ડિઝાઈનર બ્લાઉઝ, કુરતી વગેરેમાં વેલ્વેટનો ઉપયોગ કરવામાં આવે છે.હવે તો મહિલાઓ બ્લાઉઝ મોટો ભાગે પ્લેન સાડીમાં વેલવેટનું બનાવડાવે છએ જેનાથી તેમની સાડીનો લૂક ઉઠાવ પામે છે.

જો વેલવેટમાં કલરની વાચ કરીએ તો રેડ, ડાર્ક બ્લૂ, મરુન જેવા ખૂબ ચલણમાં છએ, હવે દુલ્હાની શેરવાની પણ વેલ્વેટમાંથી તૈયાર કરવામાં આવે છે, ઘણી વખત શેરવાની સાથે માત્ર લોંગ વેલવેટનો દુપટ્ટો આપવામાં આવે છે આ દુપટ્ટાથી દુલ્હાનો લૂક કઈક અલગ તરી આવે છે, સામાન્ય લોકો કરતા દુલ્હો આ દુપટ્ટાના કારણે અલગ દેખાય છે,આ પરથી એમ કહેવું ચોક્કસ રહ્યું કે હવે વેલ્વેટની ફેશન ફક્ત મહિલાઓ જ નહીં, પરંતુ પુરુષો પણ પસંદ કરી રહ્યાં છે.

આ સાથે જ બોલિવૂડ સ્ટાર પણ વેલવેટના કોટમાં ઘણી વખત જોવા મળે છે એક્ટ્રેસ પણ વેલવેટમાં ગાઉન પહેરીના આકર્ષક પોઝ આપતી જોવા મળી રહી છે, આ બોલિવૂડની ફેશન જગતની અસર સામ્નય લોકો પર પડી રહી છે, હવે અનેક લોકો વેલવેટને પસંદ કરવા લાગ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code