Site icon Revoi.in

યુવતીઓ માટે શોલ્ડર લેસ કપડાનો વધતો ક્રેઝ -આ પ્રકારના ટોપ તમનમે આપશે શાનદાર લૂક

Social Share

ઓફ સોલ્ડરનો કોન્સેપ્ચ હવે માત્ર વેસ્ટનવેર પુરતો સીમિત રહ્યો નથી હવે તો બ્લાઉઝ, ચોલી અને ડ્રેસમાં પણ ઓફ સોલ્ડરનો ટ્રેન્ડ જોવા મળે છે, જે તમારા લૂકને શાનદાર અને આકર્ષક બનાવવામાં કોઈ કસર છોડશે નહી, ઓફ સોલ્ડર ખાસ કરીને કોલેજ ગર્લ્સની પહેલી પસંદ બન્યા છે.

જો ઑફ શોલ્ડરની વાત કરવામાં આે તો તેના હોય છે,એક ટૉપ કે ડ્રેસ માત્ર બસ્ટ લાઇન જ કવર કરે અને બીજી સ્ટાઇલ એ છે જેમાં નેક સુધી ડ્રેસ આવતો હોય, પરંતુ નેકમાં ઇલૅસ્ટિક હોય છે જેથી જગ્યા અને ફંક્શન અનુસાર તમે નેકલાઇન ઉપર-નીચે કરી શકાય છે,એક માં આ ઓપ્શન રહેતો નથી.

ઑફ શોલ્ડર પૅટર્નમાં ડ્રેસ પહેરવા માગતા હો તો ધ્યાન રાખવું ખબબ જરુરી છે, ફંક્શનને અનુરૂપ ડ્રેસની પસંદગી કરવી. જો તમારું શરીર સુડોળ હોય તો જ ઑફ શોલ્ડર ડ્રેસ પહેરવો.પાતળા લોકોને ઓફ શોલ્ડર શૂટ થતું નથી અથવા તો ગળાની સાઈડમાં પોલ પડે છે જેના કારણ ેીમ્બેલેન્સ થવાનો વારો આવે છે.

ઑફ શોલ્ડર ડ્રેસ પહેરવો હોય અને કમ્ફર્ટ પણ રહેવું હોય તો તે માટે તમે સ્લિવ વાળો ઓફ શોલ્ડર જ્રેસ પહેરી શકો,જેમાં હાથ કવર થાય એટલે જેમાં સ્લીવ્ઝ હોય પરંતુ સ્લીવ્ઝ શોલ્ડર કવર ન કરે અને માત્ર બસ્ટ લાઇનથી એલ્બો સુધી અથવા થ્રી-ફોર્થ કે ફુલ લેન્ગ્થમાં હોય છે

ખાસ કરીને ઓફ શોલ્ડર ડ્રેસ ફિટીંગમાં હોય છે એટલે જે લોકોને ટાઈટ કપડા પહેરવાની ટેવ હોય તે લોકોએ જ આ પ્રકારના પકડા પહેરવા જોઈએ. ટૉપ્સમાં ઑફ શોલ્ડર પૅટર્નમાં કૅઝ્યુઅલ અને ફૉર્મલ એમ બન્ને આવે છે. કૅઝ્યુઅલ ટૉપ્સ મોટા ભાગે કૉટન ક્રશ ફૅબ્રિક અથવા સિન્થેટિક ફૅબ્રિકમાં હોય છે. સિન્થેટિક ફૅબ્રિકમાં જે ઑફ શોલ્ડર ટૉપ આવે છે એ મોટા ભાગે ટ્રાન્સપેરન્ટ હોય છે