ચીન અને રશિયા વચ્ચે વધતા સંબંધ, અમેરિકા અને ભારત માટે ચીંતાનો વિષય
દિલ્લી: ભારતના છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે સંબંધો સુધરી રહ્યા છે જે ચીન અને રશિયા માટે ચીંતોનો વિષય હતુ, પણ આ સંબંધોને કાઉન્ટર કરવા રશિયા અને ચીન પોતાના સંબંધોને વધારી રહ્યા છે અને અલગ સ્તર પર લઈને જઈ રહ્યા છે.
તો વાત એવી છે કે ભારતને અને અમેરિકાને કાઉન્ટર કરવા માટે ચીન અને રશિયા કેટલાક પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યું છે. હાલ તો બંન્ને દશો પોતાની પરમાણુ સમજૂતી પર આગળ વધવા જઈ રહ્યા છે અને રશિયાના સહયોગથી ચીનમાં બે પાવર પ્રોજેક્ટના ચાર યુનિટ્સ ઉભા કરવામાં આવશે.
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે વર્ચુઅલી પાવર પ્રોજેક્ટની શરૂઆત કરશે. રશિયા અને ચીન વચ્ચે થયેલી આ સમજૂતી એ અત્યાર સુધીની સૌથી મોટી સમજૂતી છે. બંન્ને દેશ સાથે મળીને પાવર પ્રોજેક્ટના ચાર યુનિટ્સ માટેના ઉપકરણો પણ બનાવશે.
અમેરિકા દ્વારા ચીન અને રશિયા દ્વારા ઉભા થતા પડકારને પહોંચી વળવા માટે હાઈપર સોનિક મિસાઈલ પણ બનાવવામાં આવી છે જે રડારમાં પકડાતી નથી અને તેની સ્પીડ અવાજની ગતિ કરતા 17 ગણી વધારે છે. આ મિસાઈલની મારક ક્ષમતા 2700 કીમીની છે જે ચીન અને રશિયાને જવાબ આપવા માટે સક્ષમ છે.