- ચીનમાં કોરોનાનો કહેર
- છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી છેલ્લા 3 વર્ષથી હાહાકાર મચાવી રહી છે,જો કે ભારતની સ્થિતિ સ્થિર જોવા મળી છે પરંતુ જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થી હતી તેવા દેશ ચીનમાં ફરી એક વખત કોરોનાે હાહાકાર મચાવ્યો છે,ચીનમાં કોરોનાએ ફરી ડરામણી સ્થિતિનું સર્જન કર્યું છે, રોજેરોજ હજારો કેસ નવા આવી રહ્યા છે જેને લઈને તંત્રની ઊંઘ હરામ થઈ છે.
વિતેલા દિવસને રવિવારના રોજ ફરી એકવાર ચીનમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે ચીનમાં કોવિડ-19ના 40,347 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 3822માં ચેપના લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 36,525 લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.જે બાબત વધુ ચિંતા દર્શાવે છે.
આ સાથે જ છ મહિના પછી એક વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેને જોતા ચીનની સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દીધું છે. આરોગ્ય વિભાગની ટીમ વધુમાં વધુ કોરોના ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઈન પર ભાર આપી રહી છે.
આ સાથે જ ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કોવિડના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. રાજધાનીમાં જાહેર સ્થળોએ પ્રવેશના 48 કલાક પહેલા નેગેટિવ પીસીઆર કોવિડ ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. એટલે કે, લોકોએ હવે શોપિંગ મોલ, હોટલ, સરકારી ઓફિસોમાં જવા માટે કોવિડ રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે લોકોને જરૂર પડ્યે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.જો કે બીજી તરફ લોકડાઉનનો પણ વિરોધ થઈ રહ્યો છે.
ડક લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે જેને લઈને ચીનમાં સરકાર વિરોધી વિરોધ ઉગ્ર બની રહ્યું છે. શાંઘાઈમાં વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલા એક પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા હાઉસે અહેવાલ આપ્યો હતો કે કેમેરામેન એડવર્ડ લોરેન્સને સરકાર વિરોધી વિરોધને કવર કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ચીનની પોલીસ દ્વારા કેટલાક કલાકો સુધી માર મારવામાં આવ્યો હતો.ત્યારે હવે ચીને કોરોના અને હીંસા આમ બેવડી કપરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.