- કુર્તીઓને સ્ટાઈલિશ પબનાવે છે દોરી
- કુર્તી સહીત ગાઉન અને ટોપમાં પણ વધ્યો દોરીનો ક્રેઝ
યુવતીઓ હંમેશા પોતાને આકર્ષક લૂક આપવા માટે સૌથી પહેલા સારા કપડાની પસંદગી કરે છે, ખાસ કરીને એવા કપડા પસંદ કરે છે જે દેખાવમાં સ્ટાઈલીશ હોય ,તેના ફેબ્રિકથી લઈને તેવું વર્ક, તેની ડિઝાઈન તથા તેની સ્ટાઈલ પર ધ્યાન આપે છે, ખાસ કરીને જો વાત કરીએ તો સ્ટાઈલીશ કુર્તીઓની કે જેમાં આજકાલ દોરી આપીને તેને વધુ સ્ટાઈલીશ બનાવવામાં આવે છે, કોઈ પણ પ્રકારના કપડામાં માત્ર શો માટે પણ દોરી મૂકવામાં આવે તો તેનો દેખાવ વધુ સ્ટાઈલીશ અને આકર્ષક બને છે, અને આ પ્રકારના કપડા પહેરવામાં પણ વધુ યુનિક અને ફ્રેન્સી લાગે છે.
આજ કાલ માર્કેટમાં શોર્ટ ટોપનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને કોટનના ટોપ કે જે કમર પાસેથી ઘેર વાળો હોય છે, જેની ઉપરની પેટી અલગ હોય છે અને ઘેર ચપટી લઈને બનાવવામાં આવેલો હોય છે, આવા ટોપ પહેરવામાં આરામદાયક હોય છે પરંતુ પવનમાં ટોપ ન ઉડે તે માટે સ્ટમક અથવા કમર પાસે એક દોરી બાઁધવા માટે આપેલી હોય છે, જે ટોપને સ્ટાઈલીશ તો બનાવે જ છે સાથે સેફ્ટિનું ધ્યાન રાખે છે.
ઘણી કુર્તીઓ સ્ટાઈલીશ હોય છે જેમ કે અપર ડપર, ઘોતી સ્ટાઈલ, ઘેરવાળી કુર્તી, કોટી વાળી કુર્તી આ તમામ પ્રકારની કુર્તીઓને એક રીતે ફિંટીગ કરવા માટે પણ દોરી મૂકવામાં આવે છે ,આ દોરીથી કુર્તીનું ફિટીંગ તો બરાબર બંધ બેસે છે તેની સાથે તે કુર્તીનો લૂક વધુ સ્ટાઈલીશ બનાવી દે છે.
પહેલા જે રીતે વેસ્ટર્ન કપડાને લૂક આપવા માટે બેલ્ટ આપવામાં આવતો હતો તે બેલ્ટનું સ્થાન હવે દોરીએ લીધું છે, આ સાથે જ ખાસ કરીને કુર્તીઓમાં દોરી વધુ જોવા મળે છે, જેમાં મીડલ કટની કુર્તી હોય તો તેની વચ્ચમાં માત્ર ફેશન માટે દોરી આપવામાં આવી હોય છે.
આજ રીતે જો લોંગ ઘેર વાળી ગાઉન ટાઈપની કુર્તી હોય છે તો તેમાં કમર પાસે બાંધવા માટે દોરી આપવામાં આવે છે, તો બીજી તરફ જોઈએ તો જ્યારે કોટનની કુર્તીમાં 2 પીસ હોય છે ત્યારે પણ દોરી આપવામાં આવે છે જેથી વન પીસની ઉપર પહેરાતા બીજા પીસને તેના સાથે બાંંધી શકાય છે.
આ સાથે જ ગળાને સ્ટાઈલશ બનાવવા માટે પણ ગળા પાસે દોરી મૂકવામાં આવે છે, જેમાં બાંધવા માટેની દોરી જે હોય છે તે ગળાને પેક કરવા માટે હોય છે જ્યારે એક દોરી માત્રે ફેશન પુરતી મૂકવામાં આવે છે,જેને બાંધવાની નથી હોતી તે માત્ર કુર્તીને સ્ટાઈલિશ લૂક આપે છે.
આ સાથે જ પાછળના ગળાને પણ સ્ટાઈલિશ બનાવવા માટે દોરીનો ક્રેઝ જોવા મળે છે, આથી વિશેષ કે જ્યારે કોઈ પણ કુર્તી કોટી વાળી હોય ત્યારે ઉપરની કોટીમાં ચોક્કસ દોરી હોય જ છે જે કોટીને બાંધવા માટે મૂકવામાં આવી હોય છે પરંતુ તેની લંબાઈ લોંગ રાખવામાં આવે છે જેથી તે કુર્તીઓને વધુ આકર્ષક બના છે.
આ સહીત જ્યારે લોંગ કુર્તી હોય છે અને તેના સાઈડ કટ લોંગ રાખવામાં આવે છે ત્યારે આ બન્ને કટને જોઈન્ટ કરવા માટે પેટન્ટમાં દોરી મૂકવામાં આવે છે, જે કુર્તીને વધુ ફ્રેન્સી લૂક પ્રદાન કરે છે.