Site icon Revoi.in

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો, કેમ્પેઈન લોન્ચ કરાયું

Social Share

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા “રોજગાર આપો, ન્યાય આપો” નું કેમ્પેઈન લોન્ચ કરાયુ હતુ. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય ક્રિષ્ના અલવરુએ “રોજગાર આપો, ન્યાય આપો” આવો ભારત જોડો, ન્યાય યાત્રા જોડાવો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત જોડો ન્યાયત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે. જેમાં મહિલા, ખેડૂતો મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને ખૂબ જ પરેશાન છે, જે અન્યાય થયો છે તે ન્યાય માંગવા માટેની આ ન્યાય યાત્રા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે તેના લીધે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે. આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા “રોજગાર આપો, ન્યાય આપો” નું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે. ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી.  ગુજરાતમાં 20 કરતા વધુ વખત પેપર લીક થયા છે તે ભાજપ સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે. ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેના લીધે યુવાનોના સપના રોળાઈ રહ્યા છે. ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી. ભાજપ સરકાર યુવાનોની જિંદગી સાથે છેડછાડ કરી રહી છે. યુવા કોંગ્રેસ બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવશે.

ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી ક્રિષ્ના અલવરુએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં યુવા કોંગ્રેસ “રોજગાર આપો, ન્યાય આપો” કેમ્પિંગ ચલાવશે. આવનારા સમયમાં વહીવટી સેવા, રેલવે, પોલીસ, બેન્કિંગ, ઉત્પાદન ટેલિકોમ આવક સેવા, તલાટી મંત્રી, જાહેર બાંધકામ વિભાગ,  એમ.એસ.એમ.ઈ, આરોગ્ય,  આર્મી, નેવી, એરફોર્સ, શિક્ષણ, પ્રોફેસર, વીમા કંપની જેમાં લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે પણ નોકરી મળી નથી. આવા બેરોજગાર યુવાનો કોંગ્રેસમાં જોડશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માગણી કરશે

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા “રોજગાર આપો, ન્યાય આપો” નું કેમ્પેઈન લોન્ચ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ  હરપાલસિંહ ચુડાસમા,  ઉપ-પ્રમુખ મહિપાલસિંહ ગઢવી, મનિષા પરીખ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી  મુકેશ આંજણા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.