દરરોજ સવારે જાગીને ઘણા લોકોને ચા પીવાની આદત હોય છે જો કે ખઆલી પેટે પીવામાં આવતી ચા શરીરને ઘણુ નુકશાન કરે છે એઠલે કે ગમે ત્યારે તમારે ચા પીવી હોય તો પહેલા એક ગ્લાસ પાણી પી લો ત્યાર બાદ 10 મિનિટ પછી ચા લો અને બને ત્યા સુધી ચા સાથે હળવો નાસ્તો લેવો જોઈએ કારણ કે ખાલી પેટે પીવાતી ચા તમારા પેટને ખરાબ કરે છે.
આ સહીત જો તમે સવારે ખાલી પેટ ચા પીવાથી તમારા ચયાપચય પર ખરાબ અસર પડી શકે છે, કારણ કે તે પેટમાં એસિડિક અને આલ્કલાઇન તત્વોના સંતુલનને ખલેલ પહોંચાડે છે. જે મેટાબોલિઝમ પર પણ અસર કરે છે. આના કારણે તમારા શરીરને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.મોટાભાગના લોકો માને છે કે સવારે ચા પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે, પરંતુ એવું નથી. ખાલી પેટ ચા પીવાથી આખો દિવસ સ્વભાવમાં થાક અને ચીડિયાપણું આવે છે.
આ સાથે જ ખાલી પેટે પીવાતી ચા ઉલટી અને ગભરાટ લાવે છે. સવારે ખાલી પેટ ચા પીવાથી પિત્તના રસની રચના અને કાર્ય પર ખરાબ અસર પડે છે. આ કારણે તમને ઉબકા કે ઉલ્ટીનો અનુભવ થઈ શકે છે.એટલું જ નહી પાચન સંબંધિત સમસ્યાઓ સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. આપણા શરીરમાં રહેલા આંતરડાના બેક્ટેરિયા પાચનતંત્રને મજબૂત રાખવાનું કામ કરે છે.
ખાલી પેટ ચા પીવાથી શ્વાસની દુર્ગંધની સમસ્યા સવારે ખાલી પેટ ચા પીવાથી મોઢાના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે, જેના કારણે આપણા મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. પેશાબની સમસ્યા ખાલી પેટ ચા પીવાથી વધારે પેશાબની સમસ્યા થાય છે. વધુ પડતા પેશાબને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.