Site icon Revoi.in

ઉનાળામાં વધારે પર્ફ્યુમની આદત ચામડીના રોગોને આમંત્રણ આપવા સમાન

Social Share

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પરસેવે રેબઝેબ થઈ થાય છે. ત્યારે પરસેવાથી રાહત માટે ટેકલમ પાઉડર અને પરસેવાની દુર્ગધથી બચવા માટે પર્ફ્યુમ લગાવવાનું પસંદ કરે છે. જો શરીર ઉપર વધારે પર્ફ્યુમ લગાવતા હોય તો ચેતી જજો. પર્ફ્યુમમાં રહેલા કેમિકલથી ચામડીની બીમારી થવાની શકયતાઓ છે. મહિલાઓએ પર્ફ્યુમના વપરાશથી દૂર જ રહેવુ જોઈએ, તેવુ તજજ્ઞો માની રહ્યાં છે. પર્ફ્યુમનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પર્ફ્યુમની ડિમાન્ડ વધે છે અને પરસેવાની દુર્ગંધને દૂર રાખવા માટે અનેક લોકો પર્ફ્યુમ લગાવે છે. અનેક લોકો એવા પણ હોય છે કપડાની જગ્યાએ શરીર ઉપર પર્ફ્યુમ લગાવવાનું પસંદ કરે છે. આવી વ્યક્તિઓને ચામડીના રોગ થવાની શકયતા નકારી ના શકાય.  બજારમાં વિવિધ કંપનીના જુદી-જુદી સુંગધવાળા પર્ફ્યુમ મળે છે. જો કે, આ પર્ફ્યુમમાં રહેલા કેમિકલ્સ ત્વચાને ભારે હાની પહોંચાડી શકે છે.

લોકો લોંગ લાસ્ટીંગ માટે વધારે પર્ફ્યુમ લગાવવાનું પસંદ કરે છે. જો કે, પર્ફ્યુમની બનાવટથી અજાણ લોકો શરીર ઉપર વધારે પર્ફ્યુમ લગાવે તો શરીરને નુકસાન થાય છે. પર્ફ્યુમમાં સિન્થેટિકનો ઉપયોગ થતો હોવાથી સ્કિનને નુકસાન થવાના ચાન્સ વધારે છે.

તજજ્ઞોના મતે મહિલાઓએ પર્ફ્યુમનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. ગર્ભવતી મહિલાઓએ પર્ફ્યુમ અને અત્તરથી અંતર જ રાખવું જોઈએ. ઉનાળાના વિશેષ રીતે ગરમીમાં પરફયુમ છાંટીને તડકામાં જવાથી સિવાએટ પાઈકીલોડર્મા નામની સ્કિનની સમસ્યા થઈ શકે છે.