Site icon Revoi.in

કોરોના વાયરસના નવા સ્ટ્રેઈનને લઈને આરોગ્ય મંત્રીએ આપી માહિતી, બે માસ્ક પર પણ આપી જાણકારી

Social Share

દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર દેશમાં એ રીતે આવી કે લોકો હવે વધારે સતર્ક થયા છે. લોકો દ્વારા હજુ પણ કામ વગર બહાર નીકળવાનું ટાળવામાં આવી રહ્યું છે તો કેટલાક લોકો દ્વારા બે માસ્ક પણ પહેરવામાં આવી રહ્યા છે.

આ બાબતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન દ્વારા પણ મહત્વની પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર કોવિડ -19 ના નવા સ્ટ્રેન ટાળવા માટે, આપણે બે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આ બંને માસ્ક કયા હોવા જોઈએ અને તેઓ કેવી રીતે પહેરવા જોઈએ તેની માહિતી આપી હતી.

કોરોના વાયરસની બીજી લહેર પાછળનું કોરોનાનો નવો સ્ટ્રેન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જો કે હવે દેશભરમાં કોરોના સંક્રમણના કેસ ઘટવા લાગ્યા છે. પરંતુ આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે ધીમે ધીમે જુદા જુદા રાજ્યો લોકડાઉનને હળવા કરવાનું શરૂ કરશે. આ દરમ્યાન આપણે કોવિડ -19 પ્રોટોકોલનું સખતપણે પાલન
કરવું જોઈએ જેથી કોરોના ચેપની ગતિ ન વધે અને આપણે ફરીથી ત્રીજી લહેરનો સામનો કરવો ન પડે.

જો માસ્કની વાત કરવામાં આવે તો કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે ડબલ માસ્ક જ આપણને કોવિડ -19ના નવા સ્ટ્રેનથી બચાવી શકે છે. આ માટે તમારે સર્જિકલ માસ્ક અને કોટન માસ્ક એક સાથે પહેરવા જોઈએ અને તમારે એક જ પ્રકારનાં બે માસ્કનો ઉપયોગ ન કરવો જોઇએ.

સૌથી પહેલા તો સર્જિકલ માસ્ક લો અને તેને મધ્યથી અંદરની તરફ ફોલ્ડ કરો. હવે તેના બંને છેડા અલગથી બાંધી લો.તે બાદ સર્જિકલ માસ્કની બંને બાજુના બાહ્ય ભાગને અંદરની તરફ ફોલ્ડ કરો અને પછી પ્રથમ આ સર્જિકલ માસ્ક પહેરો. તે બાદ સર્જીકલ માસ્ક ઉપર કોઈપણ સુતરાઉ માસ્ક પહેરો.

આ સિવાય તેમણે કહ્યું હતું કે ડબલ માસ્ક એટલે કે સર્જિકલ સાથે કોટન અથવા કોટન સાથે કોટન એક એકસરખા માસ્ક ના વાપરો. તેમજ આ ઉપરાંત N-95માસ્ક સાથે ડબલ માસ્ક પહેરશો નહીં.