Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર સીમાંકન બાબતે દાખલ થયેલી યાચિકાની સુનાવણી 29 નવેમ્બરે થશે

Social Share

દિલ્હી: રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના સીમાંકન અંગે દાખલ કરેલી યાચિકા અવિશેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ બાબતે હજુ કેટલાક વધુ દસ્તાવજો અને વિગતો તેઓ રજુ કરવા માંગે છે. જે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંજૂરી આપીને આગળની પ્રક્રિયા 29 નવેમ્બરે કરશે તેમ જણાવ્યું છે.

હકીકતે, ૩૦ ઓગષ્ટ 2022ના રોજ જમ્મુ કાશ્મીરના વિધાનસભા ક્ષેત્રોના પ્રસ્તાવિત સીમાંકન પ્રક્રિયા પર રોક લગાવવાવ માટે સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો ન હતો. સુપ્રીમ કોર્ટે 2020માં લાગુ કરેલા અધિનિયમને પડકાર કરવા અંગે યાચિકા કરનારને પૂછ્યું હતું કે તમે અત્યાર સુધી ક્યાં હતા? જો કે સુપ્રીમ કોર્ટે આ બાબતે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર પ્રશાસન તથા ચૂંટણી આયોગ પાસે છ અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ આપ્યા બાદ જવાબ આપતાં કેન્દ્ર સરકારે અને ચૂંટણી આયોગે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી માટે વિધાનસભા ક્ષેત્રોનું સીમાંકન કરવા માટે સીમાંકન આયોગના રિપોર્ટને ક્યાંય પણ પડકારી શકાય નહીં. સીમાંકન આયોગ દ્વારા 25 એપ્રિલે સોંપેલા અંતિમ રિપોર્ટ અનુસાર સીમાંકન દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે 83 સીટોની જગ્યાએ 90 સીટો થઈ જશે. જેનીપાર વિધાનસભા અને પાંચ નવી પ્રસ્તાવિત લોકસભા સીટો પર ચૂંટણી થઇ શકશે.

જયારે યાચિકામાં એમ જણાવાયું છે કે આસીમાંકન જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન એક્ટ 2019 ની કલમ 63 અને સંવિધાનના અનુચ્છેદ 81,82,170,330,332ની વિરુદ્ધમાં છે. આ સિવાય યાચિકામાં જમ્મુ-કાશ્મીર સીમાંકના આયોગને પણ બિન-સંવિધાનિક બતાવાયું છે. યાચિકામાં સવાલ કરવામાં આવ્યો છે કે સંવિધાનમાં અનુચ્છેદ 170 અનુસાર દેશમાં હવે પછીનું સીમાંકન 2026માં  કરવાનું છે. આવામાં જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન શા માટે કરવામાં આવ્યું?  આ યાચિકા જમ્મુ-કાશ્મીરના નિવાસી દ્વારા કરવામાં આવી છે.

(ફોટો: ફાઈલ)