બેંગ્લોરઃ દેશના મોટાભાગના હિન્દુ મંદિરોમાં ચાંમડાનો બોલ્ડ અને પર્સ સહિતની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે, એટલું જ નહીં દેશના અનેક મંદિરોમાં ભગવાનનો ફોટો લેવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. તમિલનાડુના મંદિરોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી હવે દર્શનાર્થીઓ મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે.
સુત્રોના જણાવ્યા અનુસાર મદ્રાસ હાઈકોર્ટએ તમિલનાડુમાં મંદિરોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કગે, મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવાથી પૂજા સ્થળની પવિત્રતા જળવાઈ રહેશે. લોકોને અસુવિધાઓથી બચાવવા માટે કોર્ટે કહ્યું હતું કે, મંદિરમાં ફોન ડિપોઝીટ લોકર સ્થાપિત કરવા જોઈએ, આ આદેશના અનુપાલન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા કર્મચારીઓની નિમણુંક કરવી જોઈએ.