બેંગ્લોરઃ તમિલનાડુમાં સગીર દિકરી ઉપર કેરોસીન છાંટીને આગ ચાંપીને તેની હત્યા કરનાર માતાની સજા હાઈકોર્ટે ઘટાડી હતી. સ્થાનિક અદાલતે મહિલાને તકસીરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્થાનિક અદાલતના ચુકાદાને મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે સુનાવણીના અંતે આજીવન કેદની સજા ઘટાડીને 10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ સ્થાનિક મહિલા અદાલત દ્વારા 13 વર્ષની પુત્રીને તેના પર કેરોસીન નાખીને તેને સળગાવીને હત્યા કરવા બદલ દોષિત ઠેરવવામાં આવેલી મહિલાને આજીવન કેદની સજામાં ફેરફાર કર્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે દોષિત તેની 13 વર્ષની પુત્રી પર ગુસ્સે હતી અને તેણે ગુસ્સામાં કેરોસીન રેડ્યું હતું અને તેણીને સળગાવી દીધી હતી, જોકે તેણીને મારી નાખવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. હાઈકોર્ટે મહિલનાની આજીવન કેદની સજા ઘટાડીને 10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો.