- દિલ્હીમાં કોરોનાનો કહેર
- કોરોનાથઈ સૌથી વધુ મોત દિલ્હીમાં
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે દેશની રાજધાનીમાં કોરોનાનો રાફળો ફઆટ્યો છે આ સાથે જ સૌથી વધુ કોરોનાથી મોત દિલ્હીમાં નોધાઈ રહ્યા છે આ વધતા કેસોને જોતા આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે તેવી દહેશત જોવા મળી રહી છે.
જો રાજધાનીમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો દિલ્હી કોરોનાના કેસો ટોચ પર છે. વિતેલા દિવસના રોજના કેસોને ઉમેરતા એક સપ્તાહમાં અહીં કોરોનાના સૌથી વધુ 8 હજાર 599 કેસ નોંધાયા છે.
રાજધાની દિલ્હીમાં વિવારે છેલ્લા 24 કલાકમાં 1634 કોરોના કેસ નોંધાયા છે. આ સાથે, ચેપ દર 29.68 ટકા નોંધાયો છે. આ સિવાય ત્રણ સંક્રમિતોના મોત થયા છે. તે જ સમયે, હવે રાજધાનીમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 5297 થઈ ગઈ છે.
કોરોનાને કારણે થયેલા મૃત્યુના આંકડાની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં રાજધાનીમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, પડોશી રાજ્ય હરિયાણામાં 9 થી 15 એપ્રિલ સુધીમાં 4,554 નવા કેસ નોંધાયા છે, જે દેશમાં ચોથા નંબરે સૌથી વધુ કેસ છે અને ઉત્તર પ્રદેશ 3,332 કેસ સાથે પાંચમા ક્રમે છે.
કેરળની વાત કરીએ તો કોવિડના કેસમાં કેરળ સૌથી આગળ છે. 9 થી 15 એપ્રિલ સુધીમાં રાજ્યમાં 18 હજાર 623 નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે, આ રોગચાળાએ મહારાષ્ટ્રમાં પણ કોઈ કસર છોડી નથી. રાજ્ય 7,664 કેસ સાથે ત્રીજા નંબરે છે.
રાજધાની દિલ્હી કોરોનાના મોતને મામલે આગળ જોવા મળે છે, એહી કોરોનાને કારણે થયેલા મોતનો આંકડો વધુ જોવા મળે છે.આ સાથે જ રાજસ્થાનની વાત કરવામાં આવે તો કોરોનાના કેસોમાં અહી ચાર ગણો વધારો નોંધાયો છે. આ સાથે જ 14 લોકોના મોત નોંધાયા છે.