Site icon Revoi.in

દેશમાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ હવે દિલ્હીમાં -63 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 142

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે દેશમાં સૌથી વધુ ઓમિક્રોનના કેસ દિલ્હીમાં જોવા મળે છે, કારણ કે રાજધાનીમાં નવા 63 કેસ સામે આવ્યા છે ત્યારે આજથી દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ પણ લાગૂ કરવામાં આવ્યું છે જેથી કરીને કોરોનાનું વધુ સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય.

સમગ્ર દેશમાં 19 રાજ્યોમાં ફેલાયેલા ઓમિક્રોનના કુલ 578 કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ એક દિવસમાં 63 નવા કેસ નોંધાયા છે. દિલ્હી અને મહારાષ્ટ્ર ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય સાબિત થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાપ્રમાણે , 151 દર્દીઓ ઓમિક્રોન સંક્રમણથી સાજા થયા છે.

કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન વિશે વાત કરીએ તો, સૌથી વધુ કેસ દિલ્હીમાં 142 અને મહારાષ્ટ્રમાં બીજા નંબર પર 141  કેસ જોવા મળી રહ્યા છે. ઓમિક્રોનના કેરળમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 43, તેલંગાણામાં 34, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.આ સાથે જ દિવસેને દિવસે આ કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે મોટા ભાગના પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળે છે.

ઓમિક્રોનના પડછાયા હેઠળ દેશના કેટલાક ભાગોમાં, કોરોનાના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશભરમાં કોરોના સંક્રમણના 6 હજાર 531 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને જોતા આજથી દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાત્રે 11:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. નાઇટ કર્ફ્યુ આગામી આદેશો સુધી અમલમાં રહેશે. દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ નાઇટ કર્ફ્યુ સહિતના ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.