1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘોડાસર-નારોલ વચ્ચે હાઈવે લાંબા સમયથી બંધ, સર્વિસ રોડ પર ઊંડા ખાડા પડ્યાં
ઘોડાસર-નારોલ વચ્ચે હાઈવે લાંબા સમયથી બંધ, સર્વિસ રોડ પર ઊંડા ખાડા પડ્યાં

ઘોડાસર-નારોલ વચ્ચે હાઈવે લાંબા સમયથી બંધ, સર્વિસ રોડ પર ઊંડા ખાડા પડ્યાં

0
Social Share

અમદાવાદઃ શહેરના ઘોડાસર ચાર રસ્તાથી નારોલ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલી માઇક્રો ટનલિંગ કામગીરીને કારણે હાઈવેનો રસ્તો બંધ કરી સર્વિસ રોડ પર ડાઇવર્ઝન અપાયું છે, પરંતુ સર્વિસ રોડ પર મોટા ખાડા પુરાતા ન હોવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, ઘણી વાર ટુવ્હિલર પર જતા લોકો સંતુલન ગુમાવતાં અકસ્માતનો ભોગ બને છે. આ મુદ્દે તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં પ્રશ્ન ઉકેલાતો નથી અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ડાઇવર્ઝનરૂપી પાટિયાં પર ‘તકલીફ બદલ ક્ષમા’ તો લખી નાખ્યું છે, પણ રોજેરોજ ઊબડખાબડ રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોની કોઈ ચિંતા તેને નથી. હાઈવેને કારણે અહીંથી રોજ અંદાજે એક લાખ વાહનો પસાર થાય છે, પિક અવર્સમાં તો ઘોડાસરથી નારોલ સુધીનો રસ્તો કાપતાં અડધો કલાકથી વધુનો સમય નીકળી જાય છે. ઘોડાસરથી નારોલ સુધી 3થી 4 જગ્યાએ માઇક્રો ટનલિંગની કામગીરીને કારણે ડાઇવર્ઝન અપાયું છે, જેમાં અવતાર હોટેલ પાસે સર્વિસ રોડ પર ટર્નિંગ અપાયો છે. તે ઉપરાંત એવન સાઇકલની પાસે પણ ટર્નિંગ અપાયો છે. ઘોડાસરથી ઇસનપુર વચ્ચે સર્વિસ રોડ તૂટી જતાં વાહનચાલકો બીઆરટીએસ કોરિડોરનો ઉપયોગ કરે છે, જેથી કોરિડોર પણ તૂટી ગયો છે. ઘોડાસર ચાર રસ્તાથી ઇસનપુર સુધી સર્વિસ રોડ પર ડાઇવર્ઝન આપવાના લીધે આસપાસની સોસાયટીના લોકોને પણ હાલાકી થઈ રહી છે. સર્વિસ રોડ પર ખાડા પડી જવાને કારણે અને કપચી છૂટી પડવાને કારણે સતત ધૂળ ઊડતી રહે છે, જેને કારણે રોડ પરની સોસાયટીઓના લોકોને હાલાકી થઈ રહી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, માઇક્રો ટનલની કામગીરીની પૂર્ણ થવાની મુદત જૂન 2022 છે, પરંતુ તે પહેલા જ આ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે જો રસ્તો ખોદીને આ પાઇપ ઉતારવાની પદ્ધતિથી કામગીરી કરવામાં આવે તો આ રસ્તો બે વર્ષ માટે બંધ રહે અને તેને કારણે નાગરિકોને મુશ્કેલી પડે, પરંતુ આ પધ્ધતિમાં બાજુનો રસ્તો ખુલ્લો રાખીને કામગીરી થઈ શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code