Site icon Revoi.in

મોઢેરાનું ઐતિહાસિક સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળી ઊઠશે અને ગામ પણ સોલર વિલેજ બનશે

Social Share

મહેસાણાઃ જિલ્લાના બહેચરાજી તાલુકામાં આવેલું ઐતિહાસિક અને બેનમુન એવું સૂર્ય મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ખુબ ઝડપથી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોઢેરાના સૂર્ય મંદિરને સૌર ઊર્જાથી પ્રજવલ્લિત કરવા માટેના પ્રોજેક્ટની વિશેષતા એ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસએસ ધરાવતા પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થઈ શકશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 69 કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા એક ખાનગી કંપનીને કોન્ટ્રક્ટ અપાયો છે, જેને દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે.સૂર્ય મંદિર થી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે બાર એકર જમીન ફાળવી છે.

જ્યાં જમીનમાં ઉપર સોલર ફોટોવોલ્ટેઇક પેનલ લગાવી ત્રણ મેગાવોટ એક એવા બે યુનિટ કુલ મેગા વોટની ક્ષમતા વાળા ઊભા થશે. સાથે સાથે લીથીયમ બેટરી વાળી બીએસએસ ટેકનોલોજી સર્જાશે. અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામ ના કુલ 1,610 ઘરોને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઊર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘરો ઉપર એક એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ શકશે. જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂપિયા 32.5 કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે.

અત્યારે મોઢેરા ગામ વાસીઓની તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર યુનિટ છે. પરંતુ ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને રાખી કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં થશે .ગત મંત્રીમંડળની બેઠક સાથે સચિવોની સમિતિની બેઠકમાં રાજ્યના 30થી 35 જેટલા મોટા પ્રોજેક્ટ ની સમીક્ષા મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા કરાઇ હતી જેમાં મોઢેરા સૂર્ય મંદિર ના સોલર પ્રોજેક્ટ ની પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બધા મોટા પ્રોજેક્ટો અંગે ઝડપી પાર પાડવા માટે અનિલ મૂકીમેં અધિકારીઓને સૂચના પણ આપી છે.