અમરેલી જિલ્લાનો પણ ઈતિહાસ છે અનોખો, વાંચો 1730થી લઈને 1960 સુધીની આ જિલ્લાની સફર
- અમરેલી જિલ્લાનો કંઇક આવો છે ઈતિહાસ
- 1730 થી લઈને 1960 સુધીની સફર
- એક સમયે વડોદરા રાજ્યનો ભાગ હતું અમરેલી
અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલું છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાંના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.
આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે.આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્જો હતો. દામાજીરાવે એ તમામ પર ખંડણી નાખી.
આમ મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડે ઈ.સ.1742-43માં આરેલી અને લાઠી ખાતે લશ્કરી થાણા સ્થાપ્યાં. 1820 સુધી ગાયવાડના સ્રબા વિઠલરાવ દેવાજીનું કાઠીયાવાડ પર નિયંત્રણ રહ્યું,અને 1948 સુધી અમરેલી વડોદરા રાજયનો ભાગ હતો.
1956 નવેમ્બરમાં રાજયોનો પુર્નરચના થઈ અને વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશો સાથે બુહદ દ્વિભાષી રાજયનો એક ભાગ બન્યો. 1959માં કટલાયે પ્રાદેશિક ફેરફારો કરીને આ જિલ્લાની પુર્નરચના કરાઈ હતી. છેલ્લે 1લી મે 1960ના રોજ મુંબઈ રાજયનું વિભાજન થયું અને ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ રાજયો રચવામાં આવ્યા તે તારીખથી અમરેલી જિલ્લો ગુજરાત રાજયનો એક ભાગ બન્યો.