1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘોડે ચડવાનો શોખ હવે પુરો થશે, GTU ઘોડેસવારીના કોર્ષ શરૂ કરશે
ઘોડે ચડવાનો શોખ હવે પુરો થશે, GTU ઘોડેસવારીના કોર્ષ શરૂ કરશે

ઘોડે ચડવાનો શોખ હવે પુરો થશે, GTU ઘોડેસવારીના કોર્ષ શરૂ કરશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માત્ર ઈજનેરીના જ અભ્યાસક્રમો નહી પણ અન્ય અભ્યાસક્રમો પણ શરૂ કર્યા છે. જેમાં ડિસેમ્બરથી ઘોડેસવારીનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક મહિનાના કોર્સની ફી રૂ.7000 જ્યારે ત્રણ મહિનાના કોર્સની ફી રૂ.20 હજાર રહેશે. આ પ્રકારનો કોર્સ શરૂ કરનારી જીટીયુ દેશની પ્રથમ ટેકનોલોજિકલ યુનિવર્સિટી છે.  અપના પ્રદેશ, અપના ખેલ  હેઠળ લુપ્ત થતી કળા જાળવવા આ કોર્સ શરૂ કરાશે. કોર્સ કો-ઓર્ડિનેટર આકાશ ગોહિલે માહિતી આપી કે, એક મહિનાના કોર્સમાં 30 કલાક ઓનલાઈન શિક્ષણ અને 30 કલાક પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે. જ્યારે ત્રણ મહિનાના કોર્સમાં આ રેશિયો 50-50 ટકા રહેશે.

જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે,  ઘોડેસવારીના બંને કોર્સમાં તમામ પાસાં આવરી લેવાશે. જીટીયુના કન્ટીન્યુઈંગ એજ્યુકેશન સેન્ટર (સીઈસી) અને એક્વેસ્ટેરીયન સ્પોર્ટસ એસોસિએશના સંકલનથી આ કોર્સ ડિઝાઈન થશે. સીઈસીના સેન્ટર ડાયરેક્ટર ડો. મહેશ પંચાલે જણાવ્યું છે કે, ‘એક્વેસ્ટેરિયન સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ સંજય બારોટ તરફથી પ્રારંભિક તબક્કે પાંચથી દસ ઘોડા એલોટ કરાશે. તેમના ગાંધીનગર-કલોલ પાસે આવેલ સ્ટડ ફાર્મમાં આશરે 60થી વધુ વિવિધ નસલના ઘોડા છે. આ ઉપરાંત અશ્વારોહણના સઘન પ્રશિક્ષણ માટે આવશ્યકતા મુજબ મેલ-ફીમેલ નિષ્ણાત માર્ગદર્શકોની ફાળ‌વણી કરાશે. ડિસેમ્બરમાં શરૂ થનાર આ કોર્સ અંતર્ગત દિવાળી પછીથી પ્રવેશ કાર્યવાહી માટેની જાહેરાત કરવામાં આવશે. જીટીયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શૈક્ષણિક-વહીવટી કર્મચારીઓ, સાહસિકતા પ્રિયલોકોને અશ્વારોહણને લગતી બાબતોનું બેઝિક અને એડવાન્સ માર્ગદર્શન મળી રહે તે માટે આ કોર્સ છે. સતત કન્ટિન્યુઈગ એજ્યુકેશન પ્રક્રિયાને આ કોર્સ થકી આગળ ધપાવવાનો પ્રયાસ કરાશે.

જીટીયુના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘોડેસવારીના બે જુદા જુદા કોર્ષમાં ફીના ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં બેઝિક કોર્સ ઈન હોર્સ રાઈડિંગ મેનેજમેન્ટ-ઘોડેસવારી અને વ્યવસ્થાપન. એક મહિનાના સર્ટિફિકેટ કોર્સની ફી રૂ.7 હજાર છે. જ્યારે  3 મહિનાના સર્ટિફિકેટ કોર્સ સ્ટડી ફી રૂ.20 હજાર છે. એક મહિનામાં 30 કલાક ઓનલાઈન, જ્યારે 30 કલાકની પ્રેક્ટિલ ટ્રેનિંગ અપાશે. ત્રણ મહિનાના કોર્સમાં 50 ટકા ઓનલાઈન એજ્યુકેશન અપાશે. જ્યારે 50 ટકા પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાશે.ભારતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે આયોજન થયું છે. વિદ્યાર્થીઓમાં સાહસિકતાની ભાવનાનો વિકાસ થાય, લુપ્ત થઈ રહેલી અશ્વારોહણ કળા બાબતે જાણકારી મળે તે હેતુસર લોકો માટે જીટીયુ આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે.

(File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code