ટ્રાફિકને નડતર ન હોય એવા લારી-ગલ્લાવાળાને પરેશાન ન કરવા ગૃહ વિભાગે પોલીસને આપી સુચના
ગાંધીનગર: નવરાત્રિ અને દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ વેપાર સારો થવાની આશા ખતા હોય છે. સાથે જ તહેવારો દરમિયાન પોલીસથી પરેશાની પણ વધી જતી હોય છે. કારણ કે પોલીસ દ્વારા લારી-ગલ્લાવાળાઓને પરેશાન કરાતા હોય છે. એક જ સ્થળે લારી-ગલ્લા રાખીને રોજ ધંધો કરવાનો હોવાથી લારી-ગલ્લાવાળા પોલીસ સાથે કોઈ માથાકૂટ કરતા નથી. શહેરના ઘણાબધા સ્થળોએ પીસીઆર વાનના કર્મચારીઓ છડેચોક હપતા ઉઘરાવતા પણ જોવા મળતા હોય છે. આથી રાજ્યના ગૃહ વિભાગે પોલીસને ટ્રાફિકને અડચણરૂપ ન હોય તેવા લારી-ગલ્લા વાળા વેપારીઓને પરેશાન ન કરવા આદેશ આપ્યો છે. ગૃહ વિભાગે પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ વડાને પણ આદેશ આપ્યા છે. કે, નાના વેપારી અને લારી ગલ્લાવાળા વેપારીઓ તહેવારના સમયમાં આસાનીથી વેપાર ધંધો કરી શકે તે માટે તેમને પરેશાન કરવા કરવા જોઈએ નહીં,
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના નાના-મોટા શહેરોમાં નાના વેપારીઓ તહેવાર દરમિયાન રસ્તા પર લારી રાખીને વેપાર કરતાં હોય છે. આ સ્થિતિમાં જો તેઓ ટ્રાફિક માટે અડચણ રૂપ ન હોય તો તેમના પર કાર્યવાહી ન કરવા માટે ગાંધીનગર ગૃહવિભાગ તરફથી આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યના કમિશ્નર અને જિલ્લા એસપીને સૂચના આપવામાં આવી છે. જેની સાથે જ નડતરરૂપ ન હોય અને ટ્રાફિકમાં અડચણ રુપ ન બને તેવા લારી ગલાઓ અને વેપારીઓને પરેશાન ન કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર વર્ષે નવરાત્રીથી તહેવારોની શરૂઆત થઈ જાય છે. જેમાં પણ દિવાળી દરમિયાન નાના વેપારીઓને હેરાન ન કરવા માટે ગૃહવિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં નાના વેપારીઓ અને લારી ગલાવાળા વેપારીઓ તહેવારોના સમયમાં વેપાર ધંધો કરી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. (file photo)