હાઉસિંગ માર્કેટમાં આ વર્ષે પણ મંદી રહેવાની શક્યતા
- હાઉસિંગ માર્કેટમાં જોવા મળી રહી છે મંદી
- આ વર્ષે પણ મંદી રહેવાની શક્યતા
- ઘરોના ભાવમાં જોવા મળી શકે છે ફેરફાર
અમદાવાદ: દેશ અને વિશ્વમાં જે રીતે કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે તેને લઈને તમામ ધંધા ઠપ થઈ ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. લોકોને પહેલા જેવો વેપાર અને ધંધો મળતો નથી તેના કારણે ધંધાદારીઓને ભારે નુક્સાનનો સામનો કરવો પડ્યો છે.
સૌથી વધારે કોરોનામાં જો કોઈ ધંધાને અસર થઈ હોય તો તે છે ઉત્પાદન ક્ષેત્ર અને કંન્સ્ટ્રક્શન સેક્ટરને. કોરોનાની બીજી લહેરની ગંભીર અસર અને ત્રીજી લહેરના તોળાતા જોખમને પરિણામે વર્તમાન કેલેન્ડર વર્ષમાં દેશની હાઉસિંગ માર્કેટ મંદ રહેવા ઉપરાંત ભાવમાં ઘટાડો જોવા મળવાનું એક સર્વેમાં જોવા મળ્યું છે.
કોરોનાની બીજી લહેર જતી રહેશે પણ ત્રીજી લહેરનું જોખમ રહેલું છે તેવી મુકાઈ રહેલી ધારણાંથી રહેઠાણ ખરીદવા ઈચ્છનારાઓનું મન હાલમાં બદલાયું છે અને થોભો તથા રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાની પ્રથમ લહેર વખતે રહેઠાણના ભાવમાં ફેરફાર જોવા મળ્યા હતા અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્ય સરકારોએ સ્ટેમ્પ ડયૂટીમાં રાહત આપતા પ્રોપર્ટીસના વેચાણમાં ગતિ જોવા મળી હતી. જો કે તે સમયે બીજી લહેરની આટલી ગંભીર અસરનો અંદાજ નહતો અને ઘર ખરીદવા ઈચ્છનારાનું મન પણ મજબૂત હતું એમ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.