ગુજરાતમાં પોલીસ માટે રહેઠાણની સમસ્યા દૂર થશે, એક વર્ષમાં 8000 નવા આવાસ બનાવાશે
ગાંધીનગરઃ ગુજરાત પોલીસના કર્મચારીને રહેવા માટેના મકાનો પૂરા પાડવા માટે ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એક વર્ષ દરમિયાન બી કક્ષાના 8 હજારથી વધુ ઉત્તમ સુવિધા ધરાવતા નવી ડિઝાઈન વાળા બે રૂમ વાળા પોલીસ આવાસ મકાનનો બનાવી દેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસના કર્મચારીઓને રહેવા માટે સારા મકાનો પૂરા પાડવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જેના પગલે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા બી કક્ષાના 104 આવાસો સોંપી દેવામાં આવ્યા છે જ્યારે આગામી ત્રણ મહિનામાં વધારાના 2140 મકાનો તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવી છે તો બીજી તરફ આગામી છ મહિનામાં 4648 પોલીસ આવાસ નિર્માણ કરવામાં આવશે
જ્યારે એક વર્ષમાં બીજા વધારાના 1746 મકાનો તૈયાર કરી દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના ગૃહવિભાગે બનાવાયેલા એક્શન પ્લાન અંતર્ગત પોલીસ કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવનાર બી કક્ષાના ઉત્તમ સુવિધા ધરાવતા નવી ડિઝાઇન વાળા કુલ 8638 મકાનો બનાવી નાખવાનું નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના કારણે પોલીસ કર્મચારીઓને સગવડમાં વધારો થશે અને આ માટે હાલ અલગ-અલગ જિલ્લા શહેરોમાં તબક્કાવાર કક્ષા મુજબ મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છ