- 19-21મે દરમિયાન નહી યોજાઈ આઈફા એવોર્ડ
- હવે જૂલાઈ મહિનામાં આ ઈવેન્ટનું થશે આયોજન
- રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનને લઈને 40 દિવસનો શોક
દિલ્હીઃ- તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત થનાર IIFA એવોર્ડ્સની 22મી સીઝન હવે સ્થગિત રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે સંયુક્ત આરબ અમીરાત ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનના શોકમાં ત્યાં 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.
તેમના આ નિધનને લઈને 19-21 મે 2022 ના રોજ અબુ ધાબીમાં યોજાનાર IIFA એવોર્ડ્સ મુલતવી રાખવામાં આવ્યો છે. ઇવેન્ટની નવી તારીખ આવી ગઈ છે. હવે આ કાર્યક્રમ 14 થી 16 જુલાઈ દરમિયાન યોજાશે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું શુક્રવારે નિધન થયું હતું. દુઃખની આ ઘડીમાં UAEમાં 40 દિવસની રાષ્ટ્રીય રજા રહેશે. આ દરમિયાન ધ્વજ અડધો ઝુકાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે આ એવોર્ડ ઈવેન્ટ અબુ ધાબીના યાસ આઈલેન્ડમાં 20 અને 21 મેના રોજ યોજાવા જઈ રહી હતી. આ વખતે એવોર્ડ માટે નવ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સિનેમેટોગ્રાફી, સ્ક્રીનપ્લે, ડાયલોગ, એડિટિંગ, કોરિયોગ્રાફી, સાઉન્ડ ડિઝાઇન, સાઉન્ડ મિક્સિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર અને સ્પેશિયલ ઇફેક્ટ્નો સમાવેશ થાય છે. જો કે હવે આ ઈવેન્ટ હાલ પુરતી સ્થગિત કરાઈ છે