મુંબઈઃ વૈશ્વિક માર્કેટમાં મંદીના સંકેત વચ્ચે પ્રાઈવેટ બેંકીંગ શેરો અને હેવીવેટ સ્ટોક્સમાં નરમાઈને પગલે આજે માર્કેટમાં ભાજે કડાકો બોલ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી-50 માં લગભગ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. સેંસેક્સમાં 25 અને નિફ્ટી 50ના 37 શેરમાં કડાકાને પગલે શેર માર્કેટમાં દબાવ વધ્યું હતું. માર્કેટમાં મંદીને પગલે આજે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપમાં દોઢ લાખ કરોડથી વધારે રકમનો ઘટાડો થયો હતો. આમ રોકાણકારોના દોઢ લાખ કરોડથી વધારેનું ધોવાણ થયું હતું. સેંસેક્સમાં આજે 801.67 પોઈન્ટ એટલે કે 1.11 ટકા ઘટાડા સાથે 71139.90 અને નિફ્ટી 215.50 પોઈન્ટ એટલે કે 0.99 ટકા ઘટીને 21522.10ના સ્તર ઉપર બંધ રહ્યો હતો. સેક્ટર પ્રમાણે આજે નિફ્ટીમાં મીડિયા, મેટલ, પીએસયુ બેંક અને રિયલ્ટીને બાદ કરતા તમામ ઈન્ડેક્સ નરમ પડ્યું છે. નિફ્ટી બેંક 0.16 ટકા ઘટાડા સાથે બંધ થયું હતું.
માર્કેટમાં કડાકાને પગલે રોકાણકારોની રકમ ડુબી હતી. 29મી જાન્યુઆરીના રોજ બીએસઆઈ પર લિસ્ટેડ તમામ શેરનું કુલ માર્કેટકેપ 377.20 લાખ કરોડ હતી. આજે એટલે કે 30મી જાન્યુઆરીના રોજ આ આંકડો 375.38 લાખ કરોડ ઉપર પહોંચ્યો છે. તેનો અર્થ એવો થયો કે, રોકાણકારોના લગભગ 1.82 લાખ કરોડની રકમ ઘટી છે. સેંસેક્સ પર 30 શેર લિસ્ટ છે જે પૈકી માત્ર પાંચ ગ્રીન ઝોનમાં બંધ રહ્યાં હતા. જેમાં સૌથી વધારે તેજી ટાટા મોટર્સ, એસબીઆઈ અને એચયુએલમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી. આવી જ રીતે બજાજ ફાઈનાન્સ, ટાઈટન અને અલ્ટ્રાટેક સિમિન્ટમાં સૌથી ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ પર ઉપસ્થિત માહિતી અનુસાર 3907 શેર આજે ડ્રેટ થયાં હતા. જે પૈકી 1961માં તેજી અને 1853માં મંદીનો માહોલ રહ્યો હતો જ્યારે 93 શેરમાં કોઈ વધારો-ઘટાડો જોવા મળ્યો ન હતો. આવી જ રીતે 9 શેરમાં અપર સર્કિટ અને 5 શેરમાં લોઅર સર્કિટ પર જોવા મળ્યાં હતા.