દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે એક-બે નહીં પરંતુ 41 વર્ષ બાદ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. સમગ્ર દેશમાં ભારતીય પુરુષ હોકી ટીમની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ હોકી ટીમના ખેલાડીઓ ઉપર ઈનામનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હોકી ટીમની જીત પાછળ ખેલાડીઓની સાથે કોચ ગ્રાહમ રીડ અને મેન્ટર તરીકે કામ કરતી જુલિયા રીડની મહત્વની ભૂમિકા રહી છે.
ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો પલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જયારે ગ્રાહમ રીડને ભારતીય હોકી ટીમના કોચ બનાવવામાં આવ્યા ત્યારે ચૂંટણી કરવામાં આવી ત્યારે કોઈ નહોતું જાણતું કે આપણે એક ટુ-ઈન-વન કોચની પસંદગી કરી રહ્યા છીએ. આ જીત માટે જુલિયા રીડની પણ એટલી જ મહત્વની ભૂમિકા રહી છે. જુલિયા રીડ ભારતીય હોકી ટીમની મેન્ટર તરીકે કામ કરતી હતી. જુલિયા ખેલાડીઓને બૂસ્ટઅપ કરતી હતી. તેમને પ્રેરિત કરતી હતી. ગ્રાહમ અને જુલિયાએ પોતાનું કામ વહેંચી રાખ્યું હતું. ગ્રાહમને હોકીની નાનામાં નાની જાણકારી હતી તો જુલિયા રીડ ટીમને અંગ્રેજી શીખવતી. ટીમે વિદેશોમાં પ્રવાસ કરવાનો થતો હતો, જ્યાં તેમને ભાષાને લઈને ઘણી સમસ્યા થતી હતી. જેને કારણે ટીમના સભ્યોએ શરમજનક સ્થિતિમાં પણ મૂકવું પડતું હશે. જુલિયાએ નક્કી કરી લીધું કે તે ટીમ ઇન્ડિયાને ઈંગ્લીશ શીખવશે.
ઓલિમ્પિક ચેનલ સાથે વાત કરતા જુલિયાએ જણાવ્યું કે મોટાભાગના તેમના સેશન મસ્તીભર્યા અને હોકીને લગતા જ રહેતા. જુલિયા ટીમ સામે હંમેશા શરતો મુકતી હતી કે માની લો કે તમે મેચ જીતી ગયા છો અને તમે મેચના હીરો છો તો હવે તમે સ્પીચ આપો. તમે મીડિયા અને કોઈપણ મંચ પરથી શું કહેશો, શું બોલશો, જુલિયા કલાકોના કલાકો ખેલાડીઓને સારું કોમ્યુનિકેશન કરતા શીખવતી.