- માનવ તસ્કરી મામલે તેલંગણા સૌથી આગળ
- દેશમાં 4 હજારથી વધુ મહિલાઓ માનવ તસ્કરીનો શિકાર
દિલ્હીઃ- દેશભરના ઘણા રાજ્યોમાં માનવ તસ્કરીની ઘટનાઓ સામે આવતી હોય છે જો કે આ મામલે તેલંગણા રાજ્ય. પ્રથમ જોવા મળે છે.દેશના બંધારણ મુજબ માનવ તસ્કરીને જઘન્ય અપરાધ ગણવામાં આવે છે. માનવ તસ્કરી હજુ પણ મોટી ચિંતાનો વિષય છે.
આ બાબતે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના આંકડાઓપ્રમાણે, વર્ષ 2021માં દેશના વિવિધ રાજ્યોમાં માનવ તસ્કરીના 2 હજાર 189 કેસ નોંધાયા છે. માનવ તસ્કરીના ભોગ બનેલાઓમાં 4 હજાર 62 મહિલાઓનો સમાવેશ થાય છે.
એનસીઆરબીના ડેટા પર નજર કરીએ તો વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં માનવ તસ્કરીના કેસ વધ્યા છે. દેશમાં વર્ષ 2021માં નોંધાયેલા કેસોની સંખ્યા 2 હજાર 189 છે. જ્યારે 2020માં આ આંકડો 1હજાર 714 હતો. એટલે કે આટલા વર્ષમાં કેસમાં વધારો થયો છેં.
કુલ પીડિતોની કુલ સંખ્યા 6 હજાર 533 છે. જેમાંથી 4 હજાર 62 મહિલાઓનો સમાવેશ થાય છે. માનવ તસ્કરીનો ભોગ બનેલી કુલ મહિલાઓમાંથી 1 હજાર 307 પીડિતો સગીર છે. રાજ્યોમાં મહિલાઓની તસ્કરીની મોટી સંખ્યામાં ફરિયાદો મળી છે. માહિતી અનુસાર, પીડિતોમાં 2,049 મહિલાઓ એવી છે ને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. આ સિવાય બળજબરીથી મજૂરીનો ભોગ બનેલા લોકોની સંખ્યા પણ 2 હજાર 704 છે. તે જ સમયે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021 માં, 6 હજાર 213 પીડિતોને પણ બચાવી લેવામાં આવ્યા છે.
તેલંગાણા રાજ્યમાં માનવ તસ્કરીના સૌથી વધુ કેસ નોંધાયા છે, તેમની સંખ્યા 347 છે. તે જ સમયે, મહારાષ્ટ્ર બીજા નંબર પર છે, જ્યાં 320 કેસ નોંધાયા છે. આસામ 203 કેસ સાથે ત્રીજા નંબરે છે. આ સિવાય દિલ્હીમાં માનવ તસ્કરી સંબંધિત 92 કેસ પણ નોંધાયા છે.