Site icon Revoi.in

મણીપુરના ઈમ્માંફાલ સેનાના જવાનનું અપહરણ કરાયા બાદ હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી

Social Share

ઈમ્ફાલઃ- મે મહિનાથઈ મણપુરમાં હિંસા ચાલી રહી છે ત્યારે હાલ પણ કેટલીક છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે વિતેલા દિવસે ઈમ્ફાલમાં સેનાના જવાનું અપરણ કરવાની ઘટના બાદ જવાનની હત્યા કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  સેનાના જવાનનો મૃતદેહ ઇમ્ફાલના ખુનિંગથેક ગામમાંથી મળી આવ્યો હતો. કોન્સ્ટેબલની ઓળખ સેર્ટો થંગથાંગ કોમ તરીકે થઈ છે. મૃતક સૈનિક આર્મીના ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ પ્લાટૂનમાં તૈનાત હતો અને હાલમાં તે કાંગપોકપી જિલ્લાના લેમાખોંગ ખાતે તૈનાત કરાયો હતો ત્યાથી તેનુ અપહરણ  કર્યા બાદ તેની હત્યાનો મામલો સામે આવ્યો છે.

જાણકારી અનુસાર શનિવારના રોજ  કેટલાક સશસ્ત્ર માણસો દ્વારા અપહરણ કરાયું હતું ભારતીય સેનાના એક જવાનનો મૃતદેહ રવિવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાંથી મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે ત્રણ સશસ્ત્ર માણસોએ ડિફેન્સ સર્વિસ કોર્પ્સ ના 49 વર્ષીય સેર્ટો થંગથાંગ કોમનું ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના હેપ્પી વેલીમાં તરુંગ ખાતેના તેમના ઘરેથી બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું.

ત્યાર બાદ વિતેલા દિવસને રવિવારના રોજ  ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પૂર્વમાં આવેલા ખુનિંગથેક ગામમાં તેનો ગોળીથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારની ઇચ્છા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સૈન્યની એક ટીમ શહીદ સૈનિકના ઘરે પહોંચી હતી જેથી શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ મદદ મળી શકે. ભારતીય સૈન્ય આ કાયરતાપૂર્ણ હત્યાની સખત નિંદા કરવામાં આવી છે અને આ મુશ્કેલ સમયમાં તેમના શોકગ્રસ્ત પરિવારની પડખે ઊભા રહેશે. 8મી આસામ રેજિમેન્ટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી થંગથાંગને થોડા વર્ષો પહેલા ડીએસસીમાં ફરીથી કમિશન કરવામાં આવ્યું હતું. તેઓ રજા પર હતા અને સોમવારે ફરજમાં જોડાવવાના હતા.