Site icon Revoi.in

PM આવાસ યોજનાની આવક મર્યાદા મહારાષ્ટ્ર સરકારે વધારી – હવે વદુ આવક ઘરાવતા લોકો પણ આ માટે લાયક બનશે

Social Share

 

દિલ્હીઃ- દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અનેક લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં આ માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.18 કરોડ લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ 8.19 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા નોકરી-ધંધાના લોકો પણ આ યોજનાનો લાભ લઈને હોમ લોન લઈ રહ્યા છે.

ત્યારે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેની આવક મર્યાદા હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોસાય તેવા ઘરો માટે  3 લાખ રુપિયાથી વધારીને 6 લાખ રુપિયા કરવામાં આવી છે. એટલે કે હવે તે લોકો, જેમની આવક મર્યાદા થોડી વધારે છે, તેઓ આ કેટેગરીના મકાનો ખરીદવા માટે લાયક બનશે.

મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયે આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી છે. આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે પીએમ આવાસ યોજના શહેરી અને ગ્રામીણ લોકો માટે છે. આ અંતર્ગત જે લોકો પાસે કચ્છના ઘર છે, જેમની પાસે છત નથી તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ઘર માટે અરજી કરી શકે છે. આ યોજના હેઠળ ગરીબોને ઘર બનાવવા માટે ફંડ આપવામાં આવે છે. આ સિવાય ઓછી આવક ધરાવતા લોકોને હોમ લોનમાં સબસિડી પણ આપવામાં આવે છે. આ યોજના 25 જૂન 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જારી કરી હતી.