Site icon Revoi.in

BBC ની દિલ્હી મુંબઈ સ્થિતિ ઓફીસ પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા

Social Share

દિલ્હીઃ- આજરોજ મંગળવારે બીબીસીની દિલ્હી સ્થિતિ ઓફીસ પર આવકવેરા વિભાગે તવાી બોલાવી છે જાણકારી પ્રમાણે મુંબઈ અને દિલ્હીની ઓફીસમાં દરોડા પાડવામાં આવ્યા છે

પ્રાપ્ત વિગત અનુસાર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે જાણકારી પ્રમાણે BBC ઓફિસને સીલ કરી દેવામાં આવી હોવાની પણ માહીતી સામે આવી છે અને તમામ કર્મચારીઓના ફોન પણ અધિકારીઓ દ્રારા જપ્ત કરવામાં આવ્યા છે સાથે જ તમામ કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે.બીજી તરફ બીબીસી પર આઈટીના દરોડાર બાદ કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા 

આ સાથે જ  બીબીસીના લંડન હેડક્વાર્ટરને આ  દરોડા અંગે માહિતી આપવામાં આવી છે. કહેવાય રહ્યું છે કે દિલ્હીની સાથે મુંબઈમાં બીબીસીની ઓફિસ પર પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.વિભાગ ખાતા સંબંધિત માહિતીની તપાસ કરી રહ્યું છે. આવકવેરાની ટીમે બીબીસીના અનેક કોમ્પ્યુટર કબજે કર્યા છે.

મુંબઈમાં બીબીસી ઓફિસમાં આઈટી ટીમ પણ હાજર હોવાની માહિતી મળી છે. 0 થી 70 લોકોની ટીમ દરોડા પાડવા માટે દિલ્હીમાં બીબીસી ઓફિસ પહોંચી છે. આવકવેરા વિભાગની ટીમ સવારે 11.30 વાગ્યે દિલ્હી પહોંચી હતી. બીબીસીની મુંબઈમાં પણ બે ઓફિસ છે. આ કચેરીઓમાં ડેટાની ચકાસણી કરવામાં આવી રહી છે અને આવકવેરા વિભાગ સર્વે કરી રહ્યું છે.