Site icon Revoi.in

લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું કિટન બજેટ ખોરવાયું

Social Share

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં મોંધવારીએ પણ માઝા મુકી છે. મોંઘવારીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ પેટ્રોલ ડિઝલન ભાવ વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે. જેની અસર જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહણિઓનું કિચન બજેટ ખોરવાઈ ગયું છે.

ગુજરાતમાં 50 ટકા શાકભાજી ગુજરાત બહારથી આવે છે. 1 મહિના પહેલા બંગ્લોરથી આવતા ટ્રકનું ભાડું 65 હજાર હતું જે આજે 75 થી 80 હજાર રૂપિયા થયું છે. મહારાષ્ટ્રથી આવતા દશ ટનનું ભાડું 22 થી 25 હજાર હતું આજે 30 થી 35 હજાર થયું છે. ટ્રાન્સપોર્ટના ખર્ચ વધતા 30 ટકા શાકભાજી પણ મોંઘું બન્યું છે.શાકભાજીના જથ્થાબંધ વિક્રેતાએ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા શાકભાજી, અનાજ સહિતની અન્ય ચીજ વસ્તુઓની સપ્લાઈ કરતા પરિવહનના ચાર્જમાં પણ વધારો થયો છે. બેંગ્લોરથી પહેલા ગાડી આવતી તેનું ભાડું 65 હજાર હતું તે આજે 75 થી 80 હજાર થયું છે. એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાના કારણે શાકભાજીના ભાવમાં 30 ટકા નો વધારો થયો છે. વાવઝોડાના કારણે પણ શાકભાજી પાકને નુકસાન થયું છે જેના કારણે માર્કેટ યાર્ડમાં શાકભાજી આવે છે તેમાં 30 થી 40 ટકા ઓછું આવે છે.આ બધા પરિબળોના કારણે ભાવ વધી રહ્યા છે. 50 ટકા શાકભાજી ગુજરાત બહારથી આવી રહ્યું છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યો છે. જેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે. જોકે હોલસેલ કરતા રિર્ટલ માર્કેટમાં ડબલ ભાવ છે. અમદાવાદ શહેરમાં તો અલગ અલગ માર્કેટમાં શાકભાજીના ભાવ પણ અલગ અલગ જોવા મળે છે.રિર્ટલ માર્કેટમાં તો એક કીલોના 50 રૂપિયાથી નીચે કોઈ શાકભાજી મળતા નથી.