Site icon Revoi.in

અફઘાન મામલે દિલ્હીમાં આવતા મહિને મહત્વની બેઠક કરશે ભારત – પાકિસ્તાન NSAને પણ આપ્યું આમંત્રણ

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી વિશ્વભરમાં તાલિબાનીઓ ચર્ચાનો વિષય બન્યા ચે, અફઘાનિસ્તાર પર કરેલા હુમલાઓ બાદ સતત વૈશ્વિક સ્તરે તેની નિંદા થી રહી છે ત્યારે કાબુલ પર તાલિબાનના કબજાના બે મહિના બાદ ભારત અફઘાનિસ્તાનના ભવિષ્ય પર પ્રાદેશિક શક્તિઓને જોડવાની યોજના બનાવી રહ્યું  છે. જેને લઈને ભારત આવતા મહિને નવેમ્બરમાં દિલ્હીમાં અફઘાનિસ્તાન પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે

આ બેઠકમાં રશિયા અને પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે કે જેને ભારતે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર એનએસએ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. જ્યારે ભારતે રશિયાની રાજધાનીમાં મોસ્કો ડ્રાફ્ટ મંત્રણામાં ભાગ લેવા માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે, ત્યારે ભારતે અફઘાનિસ્તાન પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે, જેમાં પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાલિબાન પણ રશિયા સાથેની બેઠકમાં સામેલ થશે.

મીડિયા સમાચાર મુજબ એવું માનવામાં આવે છે કે ભારતે અફઘાન મુદ્દે આ બેઠક માટે ચીન, ઈરાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા આયોજિત પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં માનવીય કટોકટી અને માનવાધિકારના મુદ્દા પર ચર્ચા થશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફને ગયા અઠવાડિયે આમંત્રણ મળ્યું હતું. જો પાકિસ્તાન NSA નું આમંત્રણ સ્વીકારે અને ભારત આવે, તો તે મોઈદ યુસુફની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત ગણાશે. જો કે, એ પણ જોવાનું રહેશે કે આ બેઠકમાં પાકિસ્તાન શું ભૂમિકા ભજવે છે, જે શરૂઆતથી જ તાલિબાનને મદદરૂપ રહી છે.

ભારતે હજી તાલિબાનને  નથી આપ્યું આમંત્રણ

જોકે, નવેમ્બરના બીજા સપ્તાહમાં સૂચિત સમિટ માટે ભારત દ્વારા તાલિબાનને આમંત્રણ આપવાનું બાકી છે. જ્યારે રશિયાએ તાલિબાનને 20 ઓક્ટોબરે મોસ્કો ડ્રાફ્ટ મંત્રણા માટે આમંત્રણ આપ્યું છે, જેમાં ભારત પણ ભાગ લેશે. તાલિબાનને હજુ સુધી માન્યતા મળી નથી અને ત્યાં કોઈ સમાવેશી સરકાર નથી, તેથી ભારતે હજુ તાલિબાનને મંત્રણા માટે આમંત્રણ આપ્યું નથી.

ઉલ્લેખનીય છે કે અહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ જણઆવ્યું હતું  કે ભારતને અફઘાનિસ્તાન પર મોસ્કો ફોર્મેટની બેઠક માટે આમંત્રણ મળ્યું છે. તાલિબાને પણ મંત્રણામાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે, જે ઇસ્લામવાદી જૂથે 15 ઓગસ્ટે કાબુલ કબજે કર્યા બાદ પ્રથમ વખત યોજાઇ રહી છે