1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય વાયુસેનાને મળશે વધુ 114 લડાકૂ વિમાન- જેમાં 96 જેટસ્  ભારતમાં જ નિર્માણ પામશે
ભારતીય વાયુસેનાને મળશે વધુ 114 લડાકૂ વિમાન- જેમાં 96 જેટસ્  ભારતમાં જ નિર્માણ પામશે

ભારતીય વાયુસેનાને મળશે વધુ 114 લડાકૂ વિમાન- જેમાં 96 જેટસ્  ભારતમાં જ નિર્માણ પામશે

0
Social Share
  • ભારતીય વાયુસેનાને મળશે વધુ 114 લડાકૂ વિમાન
  • જેમાં 96 જેટસ્  ભારતમાં જ નિર્માણ પામશે

 

દિલ્હીઃ- દેશની ત્રણયે સેનાઓ કેનદ્દ્રના સહયોગથી વધુને વધુ મજબૂત બની રહી છે ત્યારે ભારતીય વાયુસેના માટે અત્યાધુનિક ફાઈટર જેટ ખરીદવાની પ્રક્રિયા પણ ફરીથી શરૂ થઈ ચૂકી છે. વાયુસેનામાં ફાઈટર જેટની ઘટતી જતી સંખ્યાને પહોંચી વળવા માટે 2007માં 126 આધુનિક ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ 2015માં આ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. હવે એરફોર્સ માટે 114 ફાઈટર જેટ ખરીદવાની તૈયારીઓ ચાલી રહી છે, 

જો કે જાણકારી પ્રમાણે આ ફઆઈટર જેટ્માંથી માત્ર 18 તૈયાર હાલતમાં ખરીદવામાં આવશે, બાકીના 96 વિદેશી કંપનીની મદદથી ભારતમાં જ નિરમાણ કરવામાં આવષે. ફાઈટર પ્લેનની અછતનો સામનો કરી રહેલી ભારતીય વાયુસેનાને આ ડીલથી ઘણી રાહત મળશે.

આ ફાઈટર પ્લેનને આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. બાય ગ્લોબલ અને મેક ઇન ઇન્ડિયા સ્કીમ હેઠળ, આમાંથી 96 જેટ ભારતીય કંપનીઓ ભારતમાં જ બનાવશે.

વિદેશથી  18 તૈયાર એરક્રાફ્ટ આવ્યા બાદ  આગામી 36 ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવશે, જેમાંથી કેટલાક વિદેશી ચલણમાં અને કેટલાક ભારતીય ચલણમાં ચૂકવવામાં આવશે. બાકીના 60 જેટ ભારતમાં જ બનાવવામાં આવશે અને તેની સંપૂર્ણ ચુકવણી ભારતીય ચલણમાં જ કરવામાં આવશે. આ સાથે જ એવી શક્યતા છે કે બોઇંગ, લોકહીડ માર્ટિન, સાબ, મિગ, દાસાને જેવા વિશ્વના તમામ મોટા એરક્રાફ્ટ ઉત્પાદકો આ મોટા સોદા માટે પોતાનો દાવો રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં ફાઈટર જેટની અછતને પહોંચી વળવા માટે સ્વદેશી ફાઈટર જેટ તેજસની ખરીદી માટે નવા ઓર્ડર આપવામાં આવ્યા છે. અગાઉ, IAF એ બે સ્ક્વોડ્રન બનાવવા માટે 40 તેજસ જેટ ખરીદ્યા હતા, જે તમિલનાડુના સુલુર એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા હતા. એરફોર્સ માટે 83 અપગ્રેડેડ તેજસ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. જેનો પુરવઠો 2024 થી 2028 વચ્ચે રહેવાની શક્યતા છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code