નવી દિલ્હીઃ ભારતીય સેનાની છેલ્લા કેટલાક વર્ષોથી તાકાતમાં વધારો થયો છે. દરમિયાન ભારતીય વાયુસેના યુકેના વેડિંગ્ટન ખાતે યોજાનારા બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે.
ભારતીય વાયુસેના 06 થી 27 માર્ચ 2022 દરમિયાન યુકેના વેડિંગ્ટન ખાતે ‘એક્સ કોબ્રા વોરિયર 22’ નામની બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે. IAF લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ યુકેના અન્ય લડાયક વિમાનો અને અગ્રણી એર ફોર્સ સાથે કવાયતમાં ભાગ લેશે. આ કવાયતનો ઉદ્દેશ્ય ઓપરેશનલ એક્સપોઝર પ્રદાન કરવાનો છે અને સહભાગી વાયુ સેનાઓ વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓ વહેંચવાનો છે, જેનાથી લડાયક ક્ષમતામાં વધારો થાય છે અને મિત્રતાના બંધનનું નિર્માણ થાય છે. આ એલસીએ તેજસ માટે તેની ગતિશીલતા અને ઓપરેશનલ ક્ષમતા દર્શાવવા માટેનું પ્લેટફોર્મ હશે. પાંચ તેજસ વિમાન યુનાઇટેડ કિંગડમ જશે. IAF C-17 એરક્રાફ્ટ ઇન્ડક્શન અને ડી-ઇન્ડક્શન માટે જરૂરી ટ્રાન્સપોર્ટ સપોર્ટ આપશે.