- ભારતીય વાયુસેનામાં રાફેલ વિમાન વિદેશી કવાયતમાં મોકલશે
- આ કવાયત 17 એપ્રિલથી 5 મે સુધી ફ્રાન્સ યોજાનાર છે
દિલ્હીઃ- ભારત દરેક મોર્ચે લીડ કરી રહ્યું છે,સતત ભારતની પ્રગતિ થઈ રહી છએ,થલ સેના હોય જલ સેના હોય કે પછી વાયુ સેના ભારતનો ડંકો વાગી રહ્યો છે ત્યારે હવે ભારત પોતાના રાફએલ વિમાનને વિદેશની ઘરતી પર કવાયત માટે મોકલવાની તૈયારી કરી ચૂક્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત ફ્રાન્સના મોન્ટ ડી માર્સન લશ્કરી બેઝ પર લગભગ ત્રણ સપ્તાહની બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત માટે ચાર રાફેલ જેટ, બે સી-17 એરક્રાફ્ટ અને બે IL-78 એરક્રાફ્ટ મોકલશે મહત્વની વાત એ છએ કે ભારતીય વાયુસેનામાં સામેલ કરાયેલા રાફેલ વિમાન માટે આ પ્રથમ વિદેશી કવાયતમાં ભાગ લેવા માટે પહોંચશે.
આ કવાયતમાં ભારત અને ફ્રાન્સ ઉપરાંત જર્મની, ગ્રીસ, ઈટાલી, નેધરલેન્ડ, યુકે, સ્પેન અને યુએસએની વાયુસેના પણ ભાગ લઈ રહી છે.ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ કવાયત કાર્યક્રમ 17 એપ્રિલથી 5 મે દરમિયાન આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કવાયત માટે ભારતીય વાયુસેનાની ટુકડીમાં ચાર રાફેલ વિમાન, બે C-17 વિમાન અને બે IL-78 વિમાનોનો સમાવેશ થશે. 165 એરમેનને સામેલ કરવામાં આવ્યા છે.
આ માટે 15 એપ્એલિલના રોજ વાયુસેનાની એક ટીમ ફ્રાન્સ જવા રવાના થશે અને ભારતીય વાયુસેનાઓ ફ્રાંસના મોન્ટ ડી માર્સનમાં એરફોર્સ બેઝ સ્ટેશન ખાતે આયોજિત ઓરિયન કવાયતમાં ભાગ લેશે.આ કવાયત દરમિયાન ભાગ લેવાથી ભારતીય વાયુસેનાની કાર્યશૈલી અને ધારણાને વધુ સમૃદ્ધ બનાવશે અને અન્ય દેશોની વાયુ સેનાની શ્રેષ્ઠ પ્રથાઓને આત્મસાત કરશે.