Site icon Revoi.in

શ્રીલંકામાં ભારતીય સેના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ

Social Share

દિલ્હીઃ ભારત-શ્રીલંકા દ્રીપક્ષીપ સંયુક્ત યુદ્ધાભ્યાસ મિત્ર શક્તિનું 8મું સંસ્મરણ 4થી 5 ઓક્ટોબર 2021 સુધી શ્રીલંકાના કોમ્બેટ ટ્રેનિંગ સ્કૂલ, અમ્પારામાં આયોજન કર્યું છે. ભારતીય સેનાના 120 જવાનોનું એક શસ્ત્ર સૈન્ય દળ શ્રીલંકાની સેનાની એક બટાલિયન સાથે યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે.

આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ બંને દેશની સેનાઓ વચ્ચે મજબુત સંબંધોને પ્રોત્સાહિત કરવાનો અને અંતર-સંચાલનમાં વધારો કરવાની સાથે સાથે ઉગ્રવાદ અને આતંકવાદ વિરોધી સંચાલનોમાં સર્વોત્તમ પ્રક્રિયાઓનું આદાન-પ્રદાન કરવાનો છે. આ યુદ્ધાભ્યાસમાં આંતરરાષ્ટ્રીય ઉગ્રવાદ અને આતંકવાદ વિરોધી પરિસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સંચાલન સામેલ કરવામાં આવશે. આ અભ્યાસ બંને દક્ષિણી એશિયાઈ દેશો વચ્ચે સંબંધો વધારે મજબુત કરવા માટે લાંબો રસ્તો પાર કરવો પડશે. બંને સેનાઓ વચ્ચે જમીન સ્તર ઉપર સમન્વય અને સહયોગ લાવવા માટે કાર્ય કરશે.