Site icon Revoi.in

ભારતીય કોસ્ટગાર્ડે 32 બાંગ્લાદેશી માછીમારોનો જીવ બચાવ્યો

Social Share

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 32 બાંગ્લાદેશી માછીમારોના જીવ બચાવ્યા અને બંને કોસ્ટ ગાર્ડ્સ વચ્ચેના હાલના કરાર મુજબ તેમને બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ (BCG) ને સોંપ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ વરાડએ 32 બાંગ્લાદેશી માછીમારોને બચાવી બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ જહાજ ‘તાજુદ્દીન (PL-72’) ને સોંપ્યા હતા. ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પર બોટ પલટી જતાં આ દૂર્ઘટના સર્જાઈ હતી.

ચક્રવાતી હવામાન/દરિયાઈ તણાવ દરમિયાન બાંગ્લાદેશી માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જ્યારે આ માછીમારોને 20 ઓગસ્ટ 2022 ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એરક્રાફ્ટ દ્વારા જોવામાં આવ્યા હતા, બોટ ડૂબી ગયાના લગભગ 24 કલાક પછી, આમાંના મોટાભાગના માછીમારો તોફાની દરિયામાં જાળ/તરવાના સાધનો સાથે ચોંટેલા જોવા મળ્યા હતા અને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 32 બાંગ્લાદેશી માછીમારોમાંથી 27ને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ઊંડા પાણીમાં અને બાકીના 5ને માછીમારોએ છીછરા વિસ્તારમાં બચાવ્યા હતા.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ‘લો પ્રેશર એરિયા’ની આગાહીના પ્રથમ સંકેત સાથે, ભારતીય કોસ્ટ ગાર્ડે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યમાં તેના જહાજો/વિમાન અને તમામ દરિયાકાંઠાના એકમોને ચેતવણી આપી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ નીચા દબાણ/ચક્રવાતી સંભવિત પરિસ્થિતિ દરમિયાન જરૂરી પગલાં લેવા માટે મત્સ્યોદ્યોગ અને સ્થાનિક વહીવટીતંત્રને સલાહ આપવા માટે દૈનિક હવામાન અપડેટ્સ પર નજર રાખે છે.