સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પાસવર્ડ મુદ્દે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે લોકોને કર્યું મહત્વનું સૂચન
ઈન્ટરનેટની દુનિયામાં આજે દરેક વ્યક્તિના વિવિધ પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ્સ છે. આવી સ્થિતિમાં, લોકો વિવિધ પ્લેટફોર્મના એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ આ ખૂબ જ ખતરનાક છે, કારણ કે આમ કરીને તમે હેકર્સ અને ઑનલાઇન સ્કેમર્સને તમારા એકાઉન્ટમાં ઘૂસવા માટે આમંત્રિત કરી રહ્યાં છો.
સરકારની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ લોકોને પાસવર્ડ બનાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ તે વિશે જણાવ્યું છે. CERT એ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે અને પાસવર્ડ બનાવતી વખતે શું કરવું અને શું ન કરવું તે જણાવ્યું છે. CERT એ પાસવર્ડ માટે આ સૂચનો આપ્યા છે.
શું ન કરવું,
- અલગ-અલગ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં.
- પાસવર્ડ માટે વારંવાર વપરાતા શબ્દો પસંદ કરશો નહીં.
- પાસવર્ડમાં શેરીનું નામ, તમારા ગામનું નામ વાપરશો નહીં.
- ટૂંકા અને સરળ પાસવર્ડ ન રાખો.
શુ કરવુ,
- મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન પસંદ કરો.
- જ્યારે પણ તમે લોગિન કરો ત્યારે લોગઆઉટ પણ કરો.
- સમયાંતરે પાસવર્ડ બદલતા રહો.
- પાસવર્ડમાં મોટા અક્ષરો, વિશેષ અક્ષરો વગેરેનો ઉપયોગ કરો.
- પાસવર્ડ એવો રાખો કે કોઈ તેનો અંદાજ ન લગાવી શકે.